હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ૪ ફેબ્રુઆરી ‘વિશ્વ કેન્સર ડે’ સંદર્ભે સમાજમાં અને વિદ્યાર્થીઓમાં કેન્સર જેવા જીવલેણ રોગથી બચવા માટેની જાગૃતતા લાવવા માટે કેન્સર થવાના કારણો, કૌટુંબિક જીવન પર અસરો અને તે રોકવાના ઉપાયો. આ વિષય પર ચાર્ટ, સ્લોગન અને ચિત્ર સ્પર્ધાનું ધોરણ- 8 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો અને વિશ્વ કેન્સર ડે ઉજવવામાં આવ્યો.
આ સ્પર્ધામાં ભાગલેનાર વિદ્યાર્થીઓને જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરી અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, સંસ્થાના સી.ઈ.ઓ ભગવત અમીન, શૈક્ષણિક સલાહકાર અર્જુન ગોપાણી, આચાર્યશ્રી ડૉ. ગુંજન શાહ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.