મોંઘવારીએ માઝા મૂકી, પેટ્રોલ-ડીઝલની સાથે એલપીજીના પણ ભાવ વધ્યા - Samachar Viswa
Latest News
Image default
Latest News આંતરરાષ્ટ્રીય ગેજેટ્સ ટ્રાવેલ મનોરંજન રાજ્ય રાષ્ટ્રીય લાઈફસ્ટાઈલ વેપાર સ્પોટર્સ હોમ

મોંઘવારીએ માઝા મૂકી, પેટ્રોલ-ડીઝલની સાથે એલપીજીના પણ ભાવ વધ્યા

આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીએ જારી કરેલા પ્રાઇસ નોેટિફિકેશન અનુસાર દિલ્હી અને મુંબઇમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૮૯૯.૫૦ રૃપિયા થયો છે. જ્યારે કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૯૨૬ રૃપિયા થઇ ગયો છે.

કેન્દ્ર સરકારે દેશના મોટા ભાગના શહેરોમાં એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી બંધ કરી દીધી છે. પાંચ કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૫૦૨ રૃપિયા થઇ ગયો છે.

જુલાઇથી અત્યાર સુધીમાં ચોથી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં જુલાઇમાં ૨૫.૫૦ રૃપિયા, ૧૭ ઓગસ્ટે ૨૫ રૃપિયા અને એક સપ્ટેમ્બરે ૨૫ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

બીજી તરફ આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો છેલ્લા કેટલાક સપ્તાહ પૈકીનો સૌથી વધારે છે.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશન અનુસાર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૨.૯૪ રૃપિયા અને અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૧.૪૨ રૃપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૮.૯૬ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૯.૧૭ રૃપિયા થઇ ગયો છે.

સંબંધિત પોસ્ટ્સ

ક્રિકેટર પૃથ્વી શોના કોની સાથે અફેર ચાલી રહ્યા છે, જાણો

Samachar Viswa

ઈન્ડોનેશિયામાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મસ્જિદોની આવકાર્ય પહેલ, અજાન માટે લાઉડ સ્પિકરનો અવાજ ઘટાડ્યો

Samachar Viswa

શાળાઓ શરૂ થતાં કોરોનાનો વકર્યો, નવી મુંબઈની શાળામાં 16 છાત્ર પોઝિટીવ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો