કોલેજમાં અમે સપ્તાહમાં નિયમિત રીતે વેક્સિન સર્ટિફિકેટ માટેની ડ્રાઇવ ચલાવીએ છીએ. અમારી કોલેજમાં 80 ટકાથી વધુ સ્ટુડન્ટ્સે વેક્સિન મૂકાવેલી છે અને તેમના સર્ટિફિકેટ પોતાના મોબાઇલમાં રાખ્યા છે તેમજ કોલેજમાં પણ તે વેક્સિન સર્ટિફિકેટ જમા કરાવેલ છે. આ પ્રકારની વેક્સિન ડ્રાઇવ ચલાવીને દરેક સ્ટુડન્ટ્સને અમે વેક્સિન લેવાની સલાહ આપીએ છીએ.
કોલેજમાંથી અમને વાલી સંમતિ પત્રક અને કોરોનાની વેક્સિન મૂકાવ્યાનું સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું છે. કોલેજમાં અવારનવાર કોરોના સર્ટિફિકેટ જોવા પ્રોફેસરનો સ્ટાફ આવે છે, જેમની પાસે વેક્સિન સર્ટિફિકેટ નથી તેમને ઝડપથી વેક્સિન મૂકાવા માટે કહેવામાં આવે છે. હું પોતે કોરોનાથી બચીશ અને બીજા લોકોને પણ કોરોનાથી બચાવવા માટે રામબાણ ઇલાજ તરીકે કોરોના વેક્સિન મૂકાવવાની કામગીરીમાં પૂરતો સહકાર આપીશ.