ચિત્ત અવસ્થા મૃત્યુ કરતાં પણ વધારે ભયાનક હોય છે - Samachar Viswa
Latest News
Image default
Latest News આંતરરાષ્ટ્રીય આર્ટીકલ્સ ગેજેટ્સ ટ્રાવેલ ફોટો ગેલેરી મનોરંજન રાજ્ય રાષ્ટ્રીય લાઈફસ્ટાઈલ વેપાર સ્પોટર્સ હોમ

ચિત્ત અવસ્થા મૃત્યુ કરતાં પણ વધારે ભયાનક હોય છે

ગુજરાત કોલેજનાં નાટય વિભાગ દ્વારા થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાટયવિભાગના ૨૫ સ્ટુડન્ટ્સ દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના અગ્રણી વાર્તાકાર અને લેખક એવા ચુનીલાલ મડીયાની વાર્તાને નાટયવિભાગના પ્રોફેસર રવિ ઉધરેજીયા અને જય પરમાર દ્વારા દિગ્દર્શન કરાયેલ વાર્તાને નાટક સ્વરૂપે ‘મારી નાખ્યા રે..!’ અને શરદ જોશી લિખિત બે ‘અંધો કો હાથી’ નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

‘મારી નાખ્યા રે..!’ વિશે રવિ ઉધરેજીયાએ કહ્યુ કે, આ નાટકમાં માનવીના માનસિક અવસ્થા વિશે પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી ગુજરાતી ભાષાના વાર્તાકાર ચુનીલાલ મડિયાની મારી નાખ્યા રે… વાર્તાને અમે નાટક સ્વરૂપ આપીને વ્યકિતને મૃત્યુ કરતા પણ વધારે આપણી ચિત્ત અવસ્થાનો વધુ ભય હોય છે. મારી નાખ્યા રે… નાટકની શરૂઆત સોરઠનાં પ્રદેશથી થાય છે. શિયાળાની કડકડતી ઠંડી અને રાત્રિનાં સમયે સુસવાટા મારતા પવન વચ્ચે ખખડધજ ખટારાનું બિહામણું વર્ણનને સ્થાન આપવામાં આવ્યું છે જે લોકોના હૃદયની લાગણી સ્પર્શી જાય છે. વ્યકિત પોતાની જીવન અવસ્થાને લઇને દરેક સ્થિતિનો સામનો કરે છે. વ્યકિત જાગૃત અવસ્થામાં આવતા ભયભીત થઇ ઊઠે છે અને આવા સમયે તે મૃત્યુ પણ પામી શકે છે તે દ્રશ્યને આ નાટકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ડ્રાઇવરનાં બેફામ ડ્રાઇવિંગથી મુસાફરોમાં વ્યાપતો ભય સ્ટુડન્ટ્સ દ્વારા સુંદર હાવભાવથી આક્રમક રીતે પ્રસ્તુત કર્યા હતા. મુસાફરો દ્વારા થતી વાતચીત અને કાળી રાતનું વાતાવરણ ભયભીત કરી દેનારું હતું. આ ભયને કારણે એક કણબી યુવાનનું મૃત્યુ થાય છે અને તેમાં આ યુવાનનાં મૃત્યુનું કારણ વાતાવરણને વધુ ભયભીત બનાવે છે તેની પ્રસ્તુતિ આ નાટકમાં જોઇ શકાય હતી.’

જય પરમારે કહ્યું કે, શરદ જોશી લિખિત ‘અન્ધો કા હાથી’ નાટક એ વ્યંગાત્મક હિન્દી નાટક છે. પાંચ દિવ્યાંગ લોકોને હાથી મળે છે અને પોત પોતાની રીતે વર્ણન કરતા હોય છે. આ નાટકની રૂપરેખામાં સત્યને અવગણવામાં આવે છે અને અસત્યરૂપી ભ્રષ્ટાચાર, મોંઘવારી, ગરીબી, શિક્ષણ અને આરોગ્યનાં કામકાજને પણ અદ્રશ્ય હાથી ગણવામાં આવે છે.

સંબંધિત પોસ્ટ્સ

મ્યાનમારના પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ કીને વધુ ચાર વર્ષની જેલ

Samachar Viswa

છત્તીસગઢમાં સીઆરપીએફ જવાનના ફાયરિંગમાં ચાર સાથીઓનાં મોત

Samachar Viswa

યુપીએસસી મેઈનના નિબંધના પેપરમાં ફિલોસોફી પર પ્રશ્નો પૂછાયા

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો