ગુજરાતી સેલેબ્સનું નવરાત્રિ પ્લાનિંગ - Samachar Viswa
Latest News
Image default
Latest News આંતરરાષ્ટ્રીય આર્ટીકલ્સ ગેજેટ્સ ટ્રાવેલ ફોટો ગેલેરી મનોરંજન રાજ્ય રાષ્ટ્રીય લાઈફસ્ટાઈલ વેપાર સ્પોટર્સ હોમ

ગુજરાતી સેલેબ્સનું નવરાત્રિ પ્લાનિંગ

મને ગરબાનો ખૂબ જ શોખ છે પહેલાં તો હું નવે નવ દિવસ મિત્રો સાથે ગરબા કરવા જતો હતો. મને કેડિયું પહેરવું પણ ગમે છે. અત્યારે કામના બિઝી શિડયુલના લીધે સમય ફળવવો અઘરો પડી જાય છે. પહેલાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના હતી જેને ધ્યાનમાં રાખીને નવરાત્રિ દરમિયાન મારા શૂટિંગના શિડયુલ ફિક્સ છે પરંતુ આ વ્યસ્ત સમયની વચ્ચે પણ જો મને ટાઈમ મળશે અને કોઈ ખાસ ઇન્વિટેશન મળશે તો હું મિત્રો સાથે ગરબા ગાવા જરૂરથી જઈશ અથવા મારી સોસાયટીમાં ગરબા કરીશ. આ વર્ષે ભલે બે દિવસ માટે ગરબા રમવા જવ પણ તેના માટે કુર્તો જરૂરથી ડિઝાઇન કરાવીશ જે લાઇટ અને ક્લાસી લુક આપે.

હું ગરબા ક્રેઝી છું નવરાત્રી મારો ફેવરેટ તહેવાર છે. મારા ઘરે વર્ષોથી માતાજીનું સ્થાપન કરવામાં આવે છે અને મારી સોસાયટીમાં પણ માતાજીની ગરબી અમારા ઘરેથી જ લઈ જવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિમાં મારી ફિલ્મ પણ રીલિઝ થવાની છે અને એક નવરાત્રિનું સોંગ પણ આવવાનું છે જેના માટેની તૈયારીઓ ચાલી રહી છે આ ઉપરાંત મારા ઘણાં બીજા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. હું કામ મારા દર્શકો માટે કરું છું અને ગરબા મારા માટે કરું છું. હું દર વર્ષે નવી ચણિયા ચોળીઓ ડિઝાઇન કરાવું છું. હું ચણિયા ચોળીની કોઈ પણ પેર ક્યારેય રિપીટ કરતી નથી મિક્સ મેચ કરીને ઓલવેઝ નવું કોમ્બિનેશન જ પહેરું છું. ગયા વર્ષે ગરબા થયા ન હતા પણ આ વર્ષે મારો ગરબા રમવાનો જોશ બમણો થઈ ગયો છે જેથી હું સાવચેતી સાથે ગરબે ઘૂમીશ.

દર વર્ષે નવરાત્રિના સમયે મારા કોઈના કોઈ પ્રોજેક્ટ હોય જ છે જેના લીધે હું નવરાત્રિની મઝા માણી શકતી નથી. હાલ મારા ફિલ્મ ‘જસસુ જોરદાર’નું પ્રમોશન ચાલી રહ્યું છે નવરાત્રિ સાથે તેના પ્રમોશનનું પણ કામ ચાલુ છે. આ વર્ષે કદાચ 17 વર્ષ પછી હું મારા મિત્રો જોડે ગરબા રમી શકીશ જે મારા માટે ખાસ વાત હશે હું તેના માટે ખૂબ એક્સાઈટેડ છું. અને સાથે શેરી ગરબા કરવાનો પણ મોકો મળશે. મને ઘણાં પ્રાઇવેટ ઇન્વિટેશન મળ્યા જેમાંથી હું એવી જગ્યાએ જઈશ જ્યાં ઓછી ભીડ હોય. નવરાત્રિની તૈયારી સ્પેશિયલ આઉટફિટ વગર તો અધૂરી છે જેના માટે મે આ વર્ષે મે પેસ્ટલ શેડ્સના આઉટફિટ તૈયાર કરાવ્યા છે અને સાથે લાઇટ જ્વેલરી પહેરીશ. પ્રમોશનમાં હેવી કપડાં અને હેવી મેકએપ કરીને હવે હું કંટાડી ગઈ છું જેથી મિનિમલિસ્ટીક લૂક જ જોઈએ છે.

સંબંધિત પોસ્ટ્સ

મહીનાં પાણીના મુદ્દે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સંઘર્ષનાં સંકેત

Samachar Viswa

આંધ્ર-કર્માટકમાં પાક ખરાબ થતાં ટામેટાનાં ભાવમાં ભડકો

Samachar Viswa

ગુરૂગ્રામમાં જાહેરમાં નમાઝનો વિરોધ કરતા 20ની ધરપકડ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો