સાયન્સ અને એસ્ટ્રોનોમી વિશેની સ્ટુડન્ટ્સને માહિતી મળે તે માટે વર્ષ 2017માં 5 સ્ટુડન્ટ્સ દ્વારા ‘પ્રકલ્પ ક્લબ’ની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે 100થી વધારે સ્ટુડન્ટ્સ જોડાયેલા છે અને દર વર્ષે તરંગ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. 4થી 10 ઓક્ટોબર દરમિયાન ‘વર્લ્ડ સ્પેસ વીક’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. એલ.ડી.કોલેજ ઓફ એન્જિનિયરિંગના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ સ્ટુડન્ટ્સ તન્મય વ્યાસ દ્વારા વર્ષ 2017માં 5 સ્ટુડન્ટ્સ દ્વારા ‘પ્રકલ્પ ક્લબ’ની શરૂઆત કરવામાં આવી હતી.
પ્રકલ્પ ક્લબના પ્રેસિડન્ટ વરુણ આશરા અને વાઇસ પ્રેસિડન્ટ જય ભુપતાણીએ કહ્યું કે, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને સ્પેસ ટેકનોલોજી અને એસ્ટ્રોનોમી વિશેની ઊંડાણપૂર્વકની માહિતી મળે તે માટે અમારા પૂર્વ સ્ટુડન્ટ્સ દ્વારા પ્રકલ્પ ક્લબની શરૂઆત કરવામાં આવી છે. અત્યારે એક વીક વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેની થીમ ‘વુમન ઇન સ્પેસ’ રાખવામાં આવી છે. ગત વર્ષે કોરોનાની સ્થિતિને લીધે અમે આ પ્રકલ્પ ક્લબની ઇવેન્ટ કરી શક્યા ન હતા. આ વર્ષે અમે ઇન્સ્ટાગ્રામ પર વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી કરી રહ્યા છે.
પ્રકલ્પ ક્લબની શરૂઆત 5 સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી, આજે વિવિધ ડિપાર્ટમેન્ટના 100થી વધુ સ્ટુડન્ટ જોડાયેલા છે. એન્જિનિયરિંગ ક્ષેત્રના અભ્યાસની સાથે સ્ટુડન્ટ્સને સ્પેસ, ખગોળશાસ્ત્ર, ગ્રહ વિજ્ઞાાન સહિતના વિવિધ સંશોધનમાં ઉપયોગી બને તે માટે અમે વિવિધ મટીરિયલ્સની મદદથી વેક્ટર રોકેટ અને સાયકો ટેલિસ્કોપ તૈયાર કર્યું છે. આ વેક્ટર રોકેટ દિશા સાથેની ગતિ ધરાવતું રોકેટ છે અને તેને સ્ટુડન્ટ્સે બે મહિનાની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી નિમિત્તે અમે વિવિધ કોમ્પિટિશન અને વેબિનાર દ્વારા સ્પેસ વિશેની માહિતી સ્ટુડન્ટ્સને આપવાનો અમારો પ્રયાસ છે. આ સમગ્ર કાર્યક્રમના ફેકલ્ટી કો-ઓર્ડિનેટર તરીકે સુરેશ ભરવાડ અને પ્રોફેસર કિંજલ શેઠ છે જેમના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ્સ દ્વારા કામગીરી કરીને સફળ રોકેટ અને ટેલિસ્કોપને આખરી ઓપ અપાયો છે.