Latest News
Image default
Latest News આંતરરાષ્ટ્રીય આર્ટીકલ્સ ગેજેટ્સ ટ્રાવેલ ફોટો ગેલેરી મનોરંજન રાજ્ય રાષ્ટ્રીય લાઈફસ્ટાઈલ વેપાર સ્પોટર્સ હોમ

આદ્યશક્તિની આરાધનાનું આજથી મહાપર્વ, સૌરાષ્ટ્રના માઈ મંદિરોમાં ઉજવાશે ધર્મોત્સવ

રાજકોટ, : આવતીકાલ તા. 7 ઓક્ટોબરથી માતાજીની ભક્તિના પરમપાવક પર્વ શારદીય નવરાત્રિનો આરંભ થશે જેની સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે અને મંદિરોમાં ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવણી થશે જેની તૈયારીઓને આજે આખરી ઓપ અપાયો હતો. ગીરનાર પર્વત પર અંબાજી માતાજી, ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજી, કચ્છમાં આશાપુરા માતાજી, માટેલમાં ખોડીયાર માતાજી, કાગવડ પાસે ખોડલધામ , સીદસર ખાતે ઉમિયા ધામ સહિત સૌરાષ્ટ્રના ગામે ગામ આવેલા માતાજીના મંદિરોમાં દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે અને આવતીકાલથી માતાજીના હવન, પૂજન, મહાઆરતી સહિત ધર્મોત્સવ યોજાશે.

લેઉઆ પટેલ સમાજના આસ્થાકેન્દ્ર ખોડલધામમાં સતત ૧૧માં વર્ષે આવતીકાલે પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાશે અને મા ખોડલનો જયજયકાર કરીને માતાજીની શ્રધ્ધાળુઓ શીશ નમાવશે.નવ દિવસ માતાજીને તથા મંદિર પરિસરમાં દિવ્ય શણગાર કરાયા છે. હવન અને ધ્વાજારોહણ સહિત કાર્યક્રમો થશે.

કડવા પટેલ સમાજના આસ્થા કેન્દ્ર અને જામજોધપુર તાલુકાના સીદસર ખાતે આવેલા ઉમિયાધામમાં પણ નવ દિવસ માતાજીની વિશેષ ભક્તિપૂજા થશે. દિવસમાં ત્રણ ધ્વજા ચડાવાશે. નવનિર્મિત ભવ્ય મંદિરમાં નવ દિવસ સુધીઅનેરાં શણગાર સાથે રોજ ૩ ધ્વજા ચડાવાશે.રોજ જિલ્લાવાઈઝ પાટીદાર આગેવાનો પૂજાઅર્ચના,ધ્વજારોહણનો લાભ લેશે.

ચોટીલા ડુંગર પર લાખો લોકોના કુળદેવી ચામુંડા માતાજીના આવતીકાલથી નવરાત્રિ અને તા.૧૪ના માતાજીની આઠમનો હવન થશે. નવ દિવસ રોજ માતાજીના ત્રણ રૂપ આલેખતા અનોખા શણગાર થશે. આ વખતે આ પૌરાણિક પ્રસિધ્ધ યાત્રાધામમાં લેસર શોનું આયોજન કરાયું છે જેમાં નવ રાત્રિ સુધી ડુંગરના ૬૩૫ પગથિયા પર રોશનીનો ઝળહળાટ અને સંધ્યા પછી ડુંગર પર લેસર કિરણોથી માતાજીની પ્રતિમા, ચામુંડા મંત્ર, ત્રિશુલ વગેરે પ્રતિબિંબ સ્વરૂપે નજરે પડશે જે દૂર રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી વાહનો પણ પણ ભાવિકો જોઈ શકશે.

જુનાગઢના ગીરનાર પર્વત પર બીરાજતા મા અંબાજીના મંદિરે વિશેષ પૂજા અર્ચન થશે અને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભાવિકો ઉમટશે. આ ઉપરાંત ગીરનાર રોડ પર વાઘેશ્વરી મંદિર, ગાયત્રી મંદિર સહિત માતાજીના મંદિરોએ પણ નવરાત્રિ પર્વ ધામધૂમથી ઉજવાશે.

સંબંધિત પોસ્ટ્સ

નોટબંધીમાં 500-1000ની 14000 કરોડની નોટો હોવાનું જાહેર કરનારા મહેશ શાહનું નિધન

Samachar Viswa

પતિયાલાની મેડિકલ કોલેજના 102 વિદ્યાર્થીઓને કોરોના

Samachar Viswa

કોચપદેથી કરાયેલી હકાપટ્ટીથી રવિ શાસ્ત્રી વ્યથિત

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો