તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું, સંતોષ ચોરડિયા અભિનયની સાથે-સાથે સમાજસેવા પણ કરતા હતા
નવી દિલ્હી
મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મરાઠીના લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન સંતોષ ચોરડિયાનું નિધન થઈ ગયુ છે. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. અભિનેતાનું નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે.
સંતોષ ચોરડિયા અભિનયની સાથે-સાથે સમાજસેવા પણ કરતા હતા. આ સાથે જ અભિનેતા રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા. સંતોષે એઈડ્સથી પીડિત વૃદ્ધો અને દર્દીઓમાં ખુશી ફેલાવવાનું કામ કર્યું છે. અભિનેતા પોતાની કલાની સાથે-સાથે સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે જાણીતા હતા. અભિનેતાના આકસ્મિક નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ઘણા દિગ્ગજ સ્ટાર્સ સંતોષને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અભિનેતાના પરિવારમાં એક ભાઈ, એક પુત્ર અજિંક્ય અને પુત્રી અપૂર્વા છે. સંતોષ છેલ્લા 38 વર્ષથી ટેલિવિઝન, ફિલ્મો અને થિયેટરમાં કામ કરી રહ્યો હતો. જીના ઈસી કા નામ અને ફૂલ 2 ધમાલ તેમના લોકપ્રિય શોમાંથી એક છે. દર્શકોને અભિનેતાના આ શો ઘણા પસંદ કર્યા હતા.સંતોષે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની કલાનો પરચમ લહેરાવ્યો છે અને ઘણી પ્રશંસા મેળવી છે. અભિનેતાએ 15 હજારથી વધુ થિયેટરોમાં પણ કામ કર્યું છે. અભિનેતાના નિધનના સમાચાર વાયરલ થતાં જ ચાહકો સોશિયલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.