હીરામણિ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઈ
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિશ્વ ચકલી દિનની ઉજવણી નિમિત્તે ધો.5 થી 7ના વિદ્યાર્થીઓ દ્વારા થર્મોકોલ, પૂંઠું, લાકડું, કાગળ, નાળિયેરનાં અને મકાઈના છોતરાં આઈસક્રીમની સ્ટીક વગેરે વેસ્ટ વસ્તુઓમાંથી ચકલીઓના બેનમૂન માળા બનાવાયા હતા અને સમાજમાં જીવદયા તેમજ ઘટતી જતી ચકલીઓની સંખ્યા વધે તેવો સુંદર સંદેશ પાઠવાયો હતો.
