BAPS ચેરિટીઝ દ્વારા હ્યુસ્ટનમાં આયોજિત હેલ્થકેર કોન્ફરન્સ (HPC25)માં 30 કરતા વધુ તબીબી અને સંલગ્ન શાખાઓના 1150 મેડિકલ પ્રોફેશનલ્સ જોડાયા
હ્યુસ્ટન, ટેક્સાસ, યુ.એસ.એ ગત સપ્તાહે BAPS ચેરિટીઝે તેની પ્રથમ હેલ્થકેર પ્રોફેશનલ્સ કોન્ફરન્સ (HPC25)નું આયોજન કર્યું હતું; હ્યુસ્ટનમાં આયોજિત આ કોન્ફરન્સમાં 30 થી વધુ તબીબી અને સંલગ્ન શાખાઓના 1,150 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિકતા અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ સંશોધનના વિરલ સમન્વયરૂપ આ કોન્ફરન્સની થીમ હતી: ‘Enrich, Explore & Empower’. નવ વિશિષ્ટ બ્રેકઆઉટ ટ્રેક, 60થી…
