હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ ભારતના 9 રાજ્યના 403 આઇટીઆઇ અને પોલિટેકનિક વિદ્યાર્થીઓને રોજગારીની તક મેળવવામાં સહાય કરી

ગુરુગ્રામ હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ (એચએમઆઇએલ) એ તેના ડીલર નેટવર્ક પર ભારતના નવ રાજ્યોમાં આઇટીઆઇસ અને પોલિટેકનિક સંસ્થાઓના 403 વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકની જાહેરાત કરી છે. એચએમઆઇએલ એ આઇટીઆઇસ અને પોલિટેકનિક સંસ્થાઓમાં વિશેષ કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ ઓફર કરે છે તથા વિદ્યાર્થીઓને તેના ડીલરોના વિશાળ નેટવર્કમાં રોજગારીની તકો મેળવવામાં મદદ કરે છે. તાજેતરમાં જ ગુજરાત, આસામ,…

ભારતીય એથ્લેટ આજ, આવતીકાલ અને હંમેશ માટેના આઇકોન છેઃ નીતા અંબાણી

ટોચના ભારતીય એથ્લેટ્સ જેમ કે બ્રોન્ઝ મેડલ વિજેતા સરબજોત સિંહ એથ્લેટ, રોહન બોપન્ના, શરથ કમલ,મણિકા બત્રા અને અર્જુન બબુતા ઈન્ડિયા હાઉસ ખાતે ઉજવણી અને ઉત્સવોમાં જોડાયાભારત/પેરિસ ભારતે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ સાથે સારી શરૂઆત કરી છે.સ્પર્ધામાં 30મી જુલાઈ (મંગળવારે), ભારતે તેનો બીજો મેડલ જીત્યો હોવાથી, ભારતીય એથ્લેટ્સનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.પાર્ક ડી લા વિલેટ…

હીરામણી સ્કૂલમાં છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણી સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છત્રી  સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ છત્રી સુશોભન કરવા માટે રંગીન પેપર,  ક્રેપ પેપર, ફેબ્રિક -એક્રેલિક કલર, ક્રાફ્ટ પેપર, આભલા, તુઈ તેમજ સ્પોંજથી…

ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્ર સરકારે રૂ. 4,369 કરોડ આપ્યા

જળશક્તિના રાજ્યમંત્રી શ્રી રાજભૂષણ ચૌધરીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂ. 651 કરોડના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે….

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના રાઉન્ડ 7માં 57 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ટૂર્નામેન્ટના સાતમા રાઉન્ડમાં રોમાંચક લડત સાથે ક્લોઝ ફિનિશ જોવા મળ્યું. MP ફાયનાન્શિયલ સર્વિસીસ ‘ગો-ગોલ્ફ 2024 કેલેન્ડર’ના ભાગરૂપે 27 અને 28 જુલાઇના રોજ ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે રમાયેલ 11 રાઉન્ડના GGOYના નવીનતમ રાઉન્ડ માટે 57 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. 0થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં પુનિત દોશી 78 ગ્રોસ અને 42 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહ્યા, તેઓએ 80 ગ્રોસ અને 40 પોઈન્ટ સાથે રનરપ તરનજીત સિંઘને માત આપી હતી. નીલ દવે 74 ગ્રોસ…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-15ની પસંદગી સ્પર્ધા

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-15 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 3.8.2024 અને 4.8.2023 ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 3.8.2024ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે.ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 125 ખેલાડીઓના ભાગ લેવાની આશા છે. દરેક શ્રેણીમાં ટોચના પાંચ વિજેતાઓને ટ્રોફી સાથે…

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય સ્વ. પ્રો. શંકર પટેલને મરણોત્તર સમાજ રત્ન એવોર્ડ એનાયત કરાયો

સમસ્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમાજ રત્ન એવોર્ડ કાર્યક્રમ, શારદા- મણિ કોમ્યુનિટી હૉલ, અડાલજ ખાતે યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને નરહરિ અમીન (રાજ્યસભાના સાંસદ તેમજ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના ચેરમેન) તેમજ અતિથિ વિશેષ તરીકે જયેશ રાદડિયા (પૂર્વ મંત્રીશ્રી, ધારાસભ્ય, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન, ડિરેકટર ઈફકો) સાબરકાંઠા ડિસ્ટ્રિકટ બેંકના પૂર્વ ચેરમેન સહકાર અગ્રણી મહેશ પટેલ…

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની અન્ડર-7 પસંદગી ટૂર્નામેન્ટ

બરોડાની જેનીલ અને સુરતની પ્રજ્ઞિકા ચેમ્પિયન બની રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગીટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 27.7.2024 થી 28.7.2024 સુધી રાઇફલ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:છોકરાઓ: છોકરીઓ:1) જેનીલ પરમાર (બરોડા) – 7 પોઈન્ટ 1) પ્રજ્ઞિકા વાકા લક્ષ્મી (સુરત) – 6.5 પોઈન્ટ2)…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) અંગ્રેજી કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન આવ્યું હતું. આ સ્પર્ધા ચાર હાઉસો વચ્ચે રાખવામાં આવી હતી.  સ્પર્ધમાં કૂલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતાં.  દરેક હાઉસના વિદ્યાર્થીઓએ ખુબ સુંદર કાવ્યો રજૂ કર્યા હતાં.  આ કાવ્ય સ્પર્ધામાં ધો.8 થી 12 ના વિદ્યાર્થીઓએ જીવન વિષયક સંદેશ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્પષ્ટ ઉચ્ચારણ, શબ્દોની શુદ્ધતા, કાવ્યા…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાંજન્મદિવસ ની શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ  

હીરામણી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓની જન્મદિન શુભેચ્છા કાર્ડ બનાવવાનુ  આયોજન તા. 29 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા માટે આ સ્પર્ધા નું આયોજન હીરામણી શાળામાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બર્થ ડે કાર્ડ બનાવવા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નો સોમવારે પ્રારંભ કરાવશે

એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન નું આયોજનમોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને મુખ્ય ૧૮ જેટલા જોવાલાયક સ્થળો અને સાપુતારા ના અખૂટ કુદરતી સૌંદર્ય નો નજારો માણવા મળશેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે તા. ૨૯. જુલાઈએ ડાંગ જિલ્લાની એક દિવસીય મુલાકાતે જશે. ગાંધીનગર મુખ્યમંત્રી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન…

પેરિસ ઓલિમ્પિક – ૨૦૨૪, ‘ચિયર ફોર ભારત’

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓ અને નાગરિકોને સહભાગી કરતા અવેરનેસ કેમ્પેઈનનું આયોજન અમદાવાદના સિંધુ ભવન ખાતે ટેનિસ અને બેડમિન્ટનનું ડેમોસ્ટ્રેશન તેમજ સ્પર્ધા યોજાઈ અમદાવાદ પેરિસ ઓલિમ્પિક – ૨૦૨૪ અંતર્ગત તા. ૨૬ જુલાઈ ૨૦૨૪ થી તા.૦૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન પેરિસ ખાતે સમર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સ યોજાનાર છે. ઓલિમ્પિક રમતો…

અસલાલીમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા દતક લેવામાં આવેલ અસલાલી ગામ ખાતે આજરોજ “આવો ગાંવ ચાલે” પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસીએશન અને જનસહાયક ટ્રસ્ટ દ્વારા “આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ”, અસલાલી ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદનાં સુપ્રસિદ્ધ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા (હૃદયનાં રોગો, ડાયાબીટીસ,…

તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની

પશ્ચિમ દસક્રોઈ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓમાં (એસ.જી.એફ.આઈ) તાલુકા કક્ષાની સ્પર્ધા હીરામણિ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અંડર-14, અંડર-17, અંડર-19 ટીમની સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના ભાઈઓની ટીમ ચેમ્પિયન બની હતી. અંડર-17 અને અંડર-19 ખો-ખો સ્પર્ધામાં બહેનોની ટીમ ચેમ્પિયન બની હતી. અંડર-14 બહેનોની ટીમ રનર્સઅપ બની હતી.  આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના…

કર્નલ કબિલન સાઈ અશોક ઓલિમ્પિકમાં બોક્સિંગ અધિકારી તરીકે નિયુક્ત થનારા સૌથી યુવા ભારતીય બનશે

ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પેરિસ 2024 માટે રેફરી જજ તરીકે જોવા મળશે નવી દિલ્હી ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી કર્નલ કબિલન સાઈ અશોક પેરિસ 2024 માટે રેફરી જજ તરીકે નિયુક્ત થયા બાદ ઓલિમ્પિક ગેમ્સમાં ફરજ બજાવનાર સૌથી યુવા ભારતીય બનશે. 32 વર્ષીય સાઈ અશોક 1904 થી ઓલિમ્પિક રમતોમાં ફરજ બજાવનાર માત્ર ચોથો ભારતીય છે અને તે વિશ્વ ચેમ્પિયનશિપમાં ખેલાડી…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્શ્યોરન્સ અને કર્ણાટક બેંક લિમિટેડે વ્યૂહાત્મક બેન્કેશ્યોરન્સ ભાગીદારી કરી

મુંબઈ  ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ડાયનેમિક બેન્કેશ્યોરન્સ જોડાણ માટે ભારતની પ્રતિષ્ઠિત ‘એ’ ક્લાસ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક કર્ણાટક બેંક લિમિટેડ સાથે તેના સહયોગની જાહેરાત કરી છે. આ જોડાણનો ઉદ્દેશ કર્ણાટક બેંકના વિવિધ ક્લાયન્ટ્સને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના વ્યાપક ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોની એક્સેસ પૂરી પાડવા અને આ રીતે સમગ્ર ભારતમાં પ્રસાર વધારીને તથા નાણાંકીય સુરક્ષા પુનઃ મજબૂત બનાવવાનો…

2036માં ઓલિમ્પિકના યજમાનપદનું લક્ષ્ય, ઓલિમ્પિકમાં ગયેલા ગુજરાતના પાંચ ખેલાડીને વધારાના 10-10 લાખની રાજ્ય સરકારની સહાય

રાજ્યના રાજ્યના સ્પોટર્સ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર મેગા ઈવેન્ટના આયોજનના અભ્યાસ માટે પેરિસ જશે ગાંધીનગર પેરિસ ઓલિમ્પિકની 16 રમતોમાં ભાગ લેનારા દેશના 117 ખેલાડીઓમાંના ગુજરાતના પાંચ ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા 10-10 લાખની વધારાની સહાય આપવામાં આવી છે. શુક્રવારે શાનદાર ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂ થયેલી સમર ઓલિમ્પિક ગેમ્સ 11 ઓગસ્ટે પૂરી થશે….

પેરિસ ઓલિમ્પિકમાં અમારી પાસે કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા છેઃ ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ

નવી દિલ્હી ભારતને 2018 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર, સ્ટાર ભારતીય ખેલાડી હરમીત દેસાઈ માને છે કે ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિકમાં કોઈપણ ટીમને અપસેટ કરવાની ક્ષમતા ધરાવે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્રાન્સની રાજધાનીમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે ટીમની તૈયારી સારી રીતે ચાલી રહી હતી. ભારતીય ટેબલ ટેનિસ…

પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 ની હરાજી સ્વતંત્રતા દિવસે યોજાશે

– મશાલ સ્પોર્ટ્સ સિઝન 11 માટે ખેલાડીઓની હરાજી મુંબઈમાં 15 અને 16 ઓગસ્ટે યોજશે – મશાલ સ્પોર્ટ્સ દ્વારા 11મી સિઝન અગાઉ નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો મુંબઈ પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ને 26મી જુલાઈએ 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે મશાલ સ્પોર્ટ્સને બહુઅપેક્ષિત પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝન માટેની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે, જે…

ગુજરાતની સહકારી મંડળીઓને એનસીડીસીની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે. નેશનલ કોઓપરેટિવ…