– મશાલ સ્પોર્ટ્સ સિઝન 11 માટે ખેલાડીઓની હરાજી મુંબઈમાં 15 અને 16 ઓગસ્ટે યોજશે
– મશાલ સ્પોર્ટ્સ દ્વારા 11મી સિઝન અગાઉ નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો
મુંબઈ
પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ને 26મી જુલાઈએ 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે મશાલ સ્પોર્ટ્સને બહુઅપેક્ષિત પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝન માટેની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે, જે મુંબઈમાં 15 અને 16 ઓગસ્ટનાં રોજ યોજાશે. એક દાયકા અગાઉ યુ મુમ્બા અને જયપુર પિન્ક પેન્થર્સ વચ્ચે મુંબઈમાં રોમાંચક મેચ સાથે પ્રો-કબડ્ડી લીગનો પ્રારંભ થયો હતો. 2 ડિસેમ્બર 2023 થી 1 માર્ચ 2024 દરમિયાન પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝનનું આયોજન કરાયું હતું, આ સાથે જ પ્રો-કબડ્ડી લીગ 10 સિઝન પૂર્ણ કરનાર દેશની માત્ર બીજી સ્પોર્ટિંગ લીગ બની હતી.
આ સાથે જ ૧૧મી સિઝન અગાઉ મશાલ સ્પોર્ટ્સ દ્વારા નવો લોગો જાહેર કરાયો હતો. જેમાં ભારતીય ધ્વજ જેમ કેસરી અને લીલા રંગ જોઈ શકાય છે. જે કબડ્ડીને દેશના ગર્વ સમાન રમત તરીકે ચિત્રે છે.
પ્રો-કબડ્ડી લીગના લીગ કમિશનર અનુપમ ગોસ્વામીએ જણાવ્યું કે, “આ વર્ષે સ્વતંત્રતા દિવસે યોજાનારી 11મી સિઝનની હરાજી માટે જાહેરાત કરતા અમને આનંદ થઈ રહ્યો છે. કબડ્ડી ઘણાં દાયકાઓ સુધી ભારતની જાણીતી અને લોકપ્રિય રમતોમાંથી એક રહી છે. આ રમત માટે પ્રો-કબડ્ડી લીગે દર્શાવ્યું કે તે ખરેખર વૈશ્વિક સ્તરીય પ્રતિસ્પર્ધાની ક્ષમતા ધરાવે છે. આ પ્રો-કબડ્ડી લીગ સાથે જોડાયેલા તમામ પક્ષકારો માટે તથા એકેએફઆઈ હેઠળ દેશમાં ચાલી રહેલ કબડ્ડીની ઈકોસિસ્ટમ માટે મોટી સિદ્ધિ છે. અમે 11મી સિઝનની હરાજી સાથે આ સિદ્ધિને દેશ ભક્તિના રંગ સાથે ઉજવીશું.”
મશાલ સ્પોર્ટ્સ અને ડિઝની સ્ટાર એ એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા (એકેએફઆઈ)ના નેજા હેઠળ પ્રો-કબડ્ડી લીગને ભારતની સૌથી સફળ લીગમાંથી એક બનાવી શક્યા છીએ. પ્રો-કબડ્ડી લીગે ભારતની સ્વદેશી રમત કબડ્ડીની વૈશ્વિક સ્તરે એક અલગ જ છબી બનાવી છે. આ ઉપરાંત રમતના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બનાવ્યા છે. પોતાના દેશના કબડ્ડીના ખેલાડીઓને પ્રો-કબડ્ડી લીગમાં રમતા જોઈ ઘણાં દેશોએ પોતાના ત્યાં ચાલતા આ રમતના પ્રોગ્રામને વધુ મજબૂત બનાવ્યા છે