આઇજીસીએમઆઇએલએ ગિફ્ટ સિટીમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યું

આઇજીસીએમઆઇએલ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સહિત ઇન્ડિયન ઓઇલની વિસ્તૃત મૂડી ખર્ચ યોજનાઓ માટે વિદેશી રોકાણોને આકર્ષિત કરવા માટે એક મંચ ઉપલબ્ધ બનાવશે ગાંધીનગર ઇન્ડિયન ઓઇલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આઇઓસી ગ્લોબલ કેપિટલ મેનેજમેન્ટ આઇએફએસસી લિમિટેડ (આઇજીસીએમઆઇએલ)એ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે પ્રથમ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યું હતું. ઇન્ડિયન ઓઇલની વર્તમાન ઇસીબી (બાહ્ય વાણિજ્યિક ઋણ) લોનના પુનઃધિરાણ માટે ડીબીએસ બેંક…

અંકલેશ્વરમાં ભંગારના વેપારીએ ગેરકાયદેસર જમીન પર રામ મંદિર બનાવ્યું

બુલડોઝરના ડરથી રામ મંદિરની સ્થાપના કરી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ રખાઈ અને પીએમ મોદી અને સીએમ યોગીને તેના દ્વારપાળ બનાવવામાં આવ્યા અંકલેશ્વર  તમે લોકોને ગેરકાયદે બાંધકામ બચાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓ અપનાવતા જોયા હશે. પરંતુ ગુજરાતના એક વ્યક્તિએ જે કર્યું તે જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર જમીન પર રામ…

કોહલી સુકાની હોત તો ભારત ઈંગ્લેન્ડ સામે ન હાર્યું હોતઃ વોન

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે રોહિત શર્મા મેચ દરમિયાન ‘સ્વિચ ઓફ’ રહ્યો નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ભારતને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે જો વિરાટ કોહલી કેપ્ટન હોત તો ભારત…

મોબાઈલ પર આવતા સસ્તી લોનના મેસેજ તદન ખોટા

સરકાર તરફથી આધારકાર્ડ પર લોન આપવાની કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી નવી દિલ્હી તમારા ફોનમાં કોઈ આ પ્રકારનો મેસેજ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની એક નવી સ્કીમ હેઠળ સસ્તામાં લોન આપવામાં આવી રહી છે. આ મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે, તમે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોન લઈ શકો છો. પ્રધાનમંત્રી…

પ.બંગાળમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, કારના કાંચ તૂટ્યા

કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે કોલકાતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર પશ્ચિમ બંગાળના માલદામાં હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આ હુમલો તેમની કાર પર આજે થયો હતો. ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પથ્થર…

2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવાશે

બજેટમાં વિકસિત અમદાવાદ- 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલ, રેસિલિયન્સ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરક્યૂલર ઈકોનોમી તથા લિવેબલ અને હેપ્પી સિટી એેમ 5 મુદ્દાઓને આવરી લેવાયા અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જે શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને 5…

જ્ઞાનવાપીમાં નમાઝ પર રોક, પૂજાપાઠ શરૂ કરવા સુપ્રીમમાં અપીલ

હિન્દુ સંગઠન હિન્દુ સિંહ વાહિની સેનાએ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસને પણ આ મામલે પત્ર લખ્યો નવી દિલ્હી વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ અંગે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) નો રિપોર્ટ જાહેર થયા બાદ હિન્દુ સંગઠનોએ ત્યાં નમાઝનો વિરોધ શરૂ કરી દીધો છે. હિન્દુ સંગઠનોએ એક અરજી સાથે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી જેમાં જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ પઢવા પર…

આપણે આપણું દીલ કહે એજ કરવું જોઈએઃ શોએબ મલિક

ભલે તમને એ શીખવામાં સમય લાગી જાય કે લોકો શું વિચારશે? તમે તમારા દિલનું સાંભળો ભલે પછી 10 વર્ષ લાગી જાય કે પછી 20 વર્ષ લાગી જાય કરાંચી પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે 18 જાન્યુઆરીએ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા હતા. લગ્નના બે દિવસ બાદ આ કપલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વેડિંગ…

અંડર-19 સિઝનમાં બે સદી ફટકારવાના વિક્રમની મુશીરે બરોબરી કરી

અગાઉ શિખર ધવન અને બાબર આઝમ આ સિધ્ધિ મેળવી ચૂક્યા છે નવી દિલ્હી સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપમાં તેની બેટિંગથી હલચલ મચાવી દીધી છે. એક તરફ સરફરાઝને ટેસ્ટ ટીમ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ તેનો ભાઈ મુશીર ખાન અંડર-19 વર્લ્ડકપમાં પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે….

બાળકો પર પ્રતિકૂળ અસર અંગે ટીકટોક સામે કેસ દાખલ કરાયો

આ મામલે ઘણાં માતા-પિતાએ ટીકટોકને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો વોશિંગ્ટન ચાઇનીઝ એપ ટીકટોક સામે અમેરિકામાં હજારો માતા-પિતા એકજૂટ થઇ ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે 5,000થી વધુ માતા-પિતાએ ટીકટોક સામે કેસ દાખલ કરી દીધો છે. ટીકટોક એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ…

અમુક લોકોનો સ્વભાવ હોબાળો કરવાનો જ થઇ ગયો છેઃ મોદી

વિરોધના સ્વર ભલે ગમે તેટલા તીખા હોય પણ જેણે ગૃહમાં ઉત્તમ વિચારો રજૂ કર્યા હશે તેમને એક મોટાભાગના લોકો યાદ કરે છેઃ વડાપ્રધાન નવી દિલ્હી સંસદનું આજે બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ પણ રજૂ કરવાની તૈયારી છે. તેના પર ગૃહમાં ચર્ચા કરાશે. આ દરમિયાન પીએમ મોદીએ સત્રની શરૂઆત પહેલાં પત્રકારો…

ઉ.મેક્સિકોમાં બસ-ટ્રક ટકરાતાં 19નાં મોત, 18 ઘાયલ

અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો માજાતલાન ઉત્તર મેક્સિકોમાં એક હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યાંની માહિતી મળી રહી છે. જ્યારે 18થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે. રાજ્યના નાગરિક સુરક્ષા કાર્યાલયના નિર્દેશક રોય નવરેટેએ કહ્યું કે આ અકસ્માત પોર્ટની…

બજેટ પહેલાં સરકારની ભેટ, મોબાઈલના ભાવમાં ઘટાડો થશે

સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું જે મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 10% છૂટ આપવામાં આવી નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી આવતીકાલે બજેટ રજૂ કરશે. આ વખતે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે નહીં. બજેટની રજૂઆત પહેલા સરકારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં…

બેઠક વહેંચણી મામલે એક તરફી નિર્ણય ન લઈ શકાયઃ જયરામ રમેશ

હજુ સુધી અમારા તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, ગઠબંધનમાં સામેલ તમામ સભ્યોનો સમાન મત હોવો જોઈએઃ કોંગ્રેસ નેતા કટિહાર ઈન્ડિયાગઠબંધનમાં સીટ વહેંચણીનું કોકડુ હજુ પણ વણઉકેલાયેલું જ છે. સીટ વહેંચણીના ફસાયેલા પેચ માટે કોઈ સુખદ સમાધાન નથી આવ્યું. ત્યારે હવે ગઠબંધનમાં સીટ વહેંચણી પર ચાલુ થયેલા રાજકીય ઘમાસાણ પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા…

મુનવ્વર ફારુકીને લોકોએ બાંદ્રાની રેસ્ટોરન્ટ બહાર ઘેરી લીધો

મુનવ્વર ભીડમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તે પડી ગયો મુંબઈ બિગ બોસ 17 ના વિનર મુનવ્વર ફારુકી પ્રત્યે લોકોની દિવાનગી ઓછી થઈ રહી નથી. ટ્રોફી જીતીને આવેલા મુનવ્વરની એક ઝલક મેળવવા માટે પણ લોકો આતુર છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં મુનવ્વરને લઈને લોકોની દીવાનગી જોવા મળી રહી છે….

હિમાચલમાં ભૂસ્ખલનથી નેશનલ હાઈવે 4 સહિત 130 રસ્તા બંધ

હિમવર્ષાથી અટલ ટનલ રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા, મનાલીમાં નેહરુ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવાયો શિમલા હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફ થર જામી ગયા છે જેના…

વસિયતનામા માટે મૃત વ્યક્તિને કાગળ પર જીવિત બતાવાઈ

મહિલાએ 1996માં જમીન વેચી હતી તેને પચાવી પાડવા માટે એક શખસે ચોંકાવનારું કૃત્ય કર્યું હતું રાજકોટ પ્રોપર્ટી માટે લોકો અત્યારે કઈપણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારો વચ્ચે ઘર ઘરમાં મહાભારત થઈ જાય છે. આવો જ એક અચંબિત કરતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં મૃત્યુ પામેલી…

સેન્સેક્સમાં 612 અને નિફ્ટીમાં 203 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

આઇશર મોટર, સન ફાર્મા અને ટાટા મોટર્સના શેર પણ ઉછાળા સાથે બંધ થયા હતા. લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન, બીપીસીએલ અને ટાટા કન્ઝ્યુમરના શેર શેરબજારમાં ટોપ લુઝર્સમાં છે મુંબઈ બુધવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો હતો. બીએસઈ સેન્સેક્સ 612 પોઈન્ટના ઉછાળા સાથે 71752 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 203 પોઈન્ટના…

ટીપુ સુલ્તાનન પ્રતિમા પર ચપ્પલની માળા પહેરાવાતા લોકો રસ્તા પર ઊતર્યા

રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ કરી રોડ પર ટાયરો સળગાવ્યા, પોલીસનો કાફલો દોડી આવ્યો મૈસુર કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ટીપુ સુલતાનના ફોટો પર ચપ્પલની માળા મળી આવતા તંગદિલી સર્જાઈ છે. સિરવાર શહેરમાં મૈસુરના પૂર્વ શાસનની મૂર્તિનું અપમાન કરવા મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ…