હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિશ્વ ચકલી દિનની ઉજવણી નિમિત્તે ધો.5 થી 7ના વિદ્યાર્થીઓ દ્વારા થર્મોકોલ, પૂંઠું, લાકડું, કાગળ, નાળિયેરનાં અને મકાઈના છોતરાં આઈસક્રીમની સ્ટીક વગેરે વેસ્ટ વસ્તુઓમાંથી ચકલીઓના બેનમૂન માળા બનાવાયા હતા અને સમાજમાં જીવદયા તેમજ ઘટતી જતી ચકલીઓની સંખ્યા વધે તેવો સુંદર સંદેશ પાઠવાયો હતો.
અમદાવાદ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએસન ખાતે ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતાં. આ પ્રસંગે આઈએએસ જંયતિ રવિ, ( સેક્રેટરી ઓરોવિલે ફાઉન્ડેશન)એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જ્યારે…
અમદાવાદ કેન્દ્રનું 21.94 ટકા પરિણામ / સમગ્ર ભારતમાં 14.05 ટકા પરિણામ અમદાવાદ સેન્ટરમાં અભ્યાસ કરતી વિધી તલાટી દેશમાં 12મા ક્રમાંકે અમદાવાદ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓનો…
વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓને નિહાળી. અહીં પુનર્વસન કરી રહેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે તેમણે નિકટતાથી સંવેદ કેળવ્યો. વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ પશુ ચિકિત્સા પ્રણાલી નિહાળી. આ…
ગાંધીનગર આઈ. આઈ. ટી. ઈએ ભારતીય જ્ઞાન પ્રણાલી અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું, જેમાં આધુનિક શિક્ષણમાં ભારતીય જ્ઞાન પ્રણાલીઓ (IKS) ના એકીકરણની શોધ કરવા માટે જાણીતા વિદ્વાનો અને શિક્ષણવિદોને સાથે લાવ્યા. આ કાર્યક્રમમાં ભારતની 64 યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતા 18 વિવિધ રાજ્યોના 147 વિદ્વાનોએ ભાગ લીધો હતો….
સાણંદ એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા આહાન સ્ટેમ લેબ, શ્રી એમ. એમ. શારદા વિદ્યામંદિર, સાણંદ, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણીકરવામાં આવી, જેમાં વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર સંજય ચૌધરી (પ્રોફેસરઅને ડીન, સ્કૂલ ઓફએન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સ, અમદાવાદ યુનિવર્સિટી) અને બિંદવ પંડ્યા (વિજ્ઞાનિ અને એન્જિનિયર, ભારતીયઅંતરિક્ષ સંસ્થા…
હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલ 193 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ અને બાકીના 154 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામોસંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યો, કૉ-ઓર્ડિનેટર્સ,…
મંગલદીપ વિદ્યાલય રાણીપ ખાતે ધોરણ 10 અને 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદ પટેલ એ હાજરી આપી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.
ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ…
હિરામણી શાળામાં 94.3 માય એફએમ રંગરેજ સિઝન 11ની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં 5થી 9 ધોરણના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માય ફેવરિટ ઓલિમ્પિક ગેમ્સ પર વિદ્યાર્થીઓએ સુંદર કલાત્મક ચિત્રોનું સર્જન કર્યું હતું. ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનારા ભારતના ખેલાડીઓમાંથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓએ વિવિધ રમતોના ચિત્રો બનાવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનારા…
અમદાવાદ રાજ્યના નશાના બંધાણી લોકોને નશાના બંધનમાંથી મુક્ત કરાવવાનું કાર્ય કરતી સંસ્થા નશાબંધી મંડળ, ગુજરાતનાં કેટલાંક ટ્રસ્ટીઓ દ્વારા આચરાયેલી ગેરરીતીઓ અને કૌભાંડનાં સંદર્ભમાં ગુજરાત રાજ્યનાં ચેરીટી કમિશનરે તાજેતરમાં વર્તમાન પ્રમુખ વિવેક દેસાઈની તરફેણમાં સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. ચોંકાવનારી વિગતો એવી છે કે આ ચુકાદાને અવગણીને નશાબંધી મંડળ ગુજરાતનાં પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસનાં અગ્રણી કરસનદાસ સોનેરીએ રાજ્યનાં…
સ્થાનિક સમુદાયમાં સ્મિત અને ખુશાલી ફેલાવવા માટેની એક પહેલ ધનપુરા હાયફન ફૂડ્સ, ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં એક અગ્રણી નામ છે, તેને વાઇબ્રન્ટ ‘ઉત્તરાયણ’ની ઉજવણી મહેસાણાના ધનપુરા ગામના સ્થાનિક સમુદાયની સાથે કરી. આ પહેલનો હેતુ, મસ્તીભરી પ્રવૃતિ, મનોરંજન તથા મદદ કરવાની ભાવના સાથે ગામડાના લોકોનો પૂરો દિવસ ખુશીઓથી ભરવાનો હતો, આ ગામ…
આજરોજ હીરામણિ સ્કૂલ (નર્સરી-કે.જી.)વિભાગમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નર્સરી અને કે.જી.ના ભૂલકાંઓને સંસ્થા તરફથી દરેકને 5 (પાંચ) પતંગ અને દોરી આપવામાં આવ્યા હતા, ત્યારબાદ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ સાથે સાસંદ-રાજ્યસભા(ગુજરાત) અને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા અને શિક્ષિકા બેહેનોએ સ્કૂલ કેમ્પસમાં ભૂલકાંઓ સાથે…
હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ અને એકતાનો ભાવ કેળવાય તે હેતુસર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરામણિના પ્રાંગણમાં પતંગ ચગાવ્યા હતા. વિદ્યાર્થીઓ પવિત્ર બને, તંદુરસ્ત રહે અને ગગન જેવા વિશાળ બને તેમજ હૃદયમાં પ્રેમ, દયા, સદ્ભાવ જેવા ગુણો ખીલે. વિદ્યાર્થીઓએ પતંગ બનાવી ને તેને…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) નાં બાળકો માટે ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમીત્તે ધો – ૧ થી ૭ માં “સુશોભિત પતંગ બનાવવાની” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ન્યૂઝપેપર, કલરીંગ પેપર, ક્રાફ્ટ પેપર, કલરીંગ પથ્થર તેમજ ડેકોરેટીવ મટીરીયલનો ઉપયોગ કરીને રચનાત્મક, કલાત્મક નમૂના બનાવ્યાં હતાં. આ સ્પર્ધામાં ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ…
અમદાવાદ નગરો અને મહાનગરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ,સાથે અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. દરેક નાગરિક ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી રહી છે .તે અંતર્ગત હીરામણિ શાળામાં ટ્રાફિક અવેરનેસ…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે માસ્ક મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્પાઈડર, કાર્ટુન, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, આઈમાસ્ક, આદિજાતીના અને સામાન્ય રીતે કોઈપણ વિષય પર માસ્ક બનાવાયા હતા.
હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાંયાદો કી બારાત થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.00 થી 8.00 દરમિયાન યોજાયો હતો.આ કાર્યક્રમમાં નર્સરી-કે.જી. વિભાગના 350 જેટલા વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય તેમજ દેશ ભક્તિના ગીતો, યોગના વિવિધ કરતબો ઉત્સાહભેર રજૂ કર્યાં હતાં. આ…
અમદાવાદ હીરામણિ સ્કૂલે તેના 25 વર્ષ પૂર્ણ થતાં એક સ્મૃતિગ્રંથનુ તૈયાર કર્યો છે. જેમાં 1999 થી 2024 સુધીની હીરામણિ શાળાની વિકાસયાત્રા દર્શાવવામાં આવેલ છે. જેનું વિમોચન તા.26-12-2024ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હૉલ, અમદાવાદ ખાતે જાણીતા સાહિત્યકાર અને લેખક પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું તથા હીરામણિ સ્કૂલના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર…
હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં આનંદ મેળા દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરી-કે.જી થી ધો.12 સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કૂલ 4000 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના વિશાળ મેદાનમાં વિવિધ રમતો માટે રમત-ગમતના સ્ટોલ્સ ઉપર વિદ્યાર્થીઓએ રમતો રમી…
હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં પરંપરા (કલ આજ ઔર કલ) અને સિદ્ધિના સોપાન થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.30 થી 10.00 દરમિયાન યોજાયો હતો. રજત જયંતી પ્રસંગે હીરામણિ શાળાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને જેમણે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે,સમાજના…
હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તા.23-12-24, સોમવારના રોજ ઈન્ટરસ્કૂલ ડ્રોઈંગ એન્ડ મોડેલ મેકિંગ કોમ્પિટિશન યોજાઈ ગઈ. આ કોમ્પિટિશનમાં 50 સ્કૂલોનાં 220 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધમાં મુખ્ય મહેમાન અને નિર્ણાયક તરીકે કુલીનભાઈ પટેલ (જાણીતા ચિત્રકાર, ઈન્ટીરીયર ડિઝાઈનર), શૈલેષભાઈ પીઠડીયા…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પીગી બેંક બનાવવાની સ્પર્ધા યોજાઈ, જેમાં ધો. 1 થી 7 ના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવી પૂંઠું, કાર્ડ પેપર, બોટલ, વેસ્ટબોક્ષ વગેરેનો ઉપયોગ કરી બચત બોક્ષ બનાવ્યું હતું. આ સ્પર્ધા દ્વારા બાળકોએ પૈસા ખોટા વાપરવા નહિ અને બચત કરવાનો શુભ સંદેશ સૌને આપ્યો હતો.
અબડાસા મંગળવારે સવારે 9.40 વાગ્યે અચાનક જ એલાર્મ સાઈરન વાગી એટલે રાપર ગઢ ગામમાં પૂર્વાયોજિત શાંતિ ફેલાઈ ગઈ હતી. પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારમાં આવેલા આ ગામના રહીશોએ હારમાળામાં મોક-ઈવેક્યુએશન કર્યું હતું, જેથી તેઓ ‘સુનામી-રેડી’નું પ્રમાણપત્ર મેળવવાની દિશામાં એક કદમ આગળ વધી શકે. વર્લ્ડ સુનામી જાગૃતિ દિવસને મનાવવાની સાથે 2004ની ઘાતક હિંદ મહાસાગરની સુનામીને…
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ દ્વારા દિવાળી ની ઉજવણી નિમિત્તે મેંહદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં સુંદર મેંહદી મુકી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ….
શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૯,૫૦,૦૦૦ દર્દી નારાયણની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી અમદાવાદ ચાલો સાથે મળીને દર્દી નારાયણની સેવા કરીએના સંકલ્પ સાથે સાવરકુંડલા ખાતે વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શરુઆત શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી….
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીની ઉજવણી નિમિત્તે દિયા મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં સુંદર દિવડાની સજાવટ કરી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના…
મહિલાઓ માટે વિશેષ સહાયતા, ગુજરાતનેટેક્સટાઇલ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનો ઉદ્દેશ આ પોલિસીનામાધ્યમથી અમે એક ટકાઉ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ટેક્સટાઇલ ક્ષેત્રનો પાયો નાખી રહ્યા છીએ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ગુજરાત સરકારે આજે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024’ની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતનેગ્લોબલ લીડર બનાવવાનો છે….
ગાંધીનગર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (GIDC) વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રકલ્પોનો ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને વેગ આપીને ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યક્ષમ પાણી પુરવઠો અને રોડ નેટવર્ક સુનિશ્ચિત કરવાનો છે. વિકાસ સપ્તાનીઉજવણીના ભાગરૂપે 15 ઓક્ટોબર 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 1 થી 7 માં ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અભિયાન પર ચિત્ર સ્પર્ધા યોજાઈ. જેમાં ગાંધીજીની સ્વચ્છતા પ્રત્યેની ભાવનાને પ્રેરણા આપતા ચિત્રો જેવા કે ગામની સફાઈ કરતા બાળકો, મારું ગામ,સ્વચ્છ ગામ, ગાંધીજી, મારી શાળાની સફાઈ જેવાં ચિત્રો દોર્યા હતાં.
હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા બાળકોની પોર્ટ ડેકોરેશન અને સર્જનાત્મક તોરણ બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ પોતાની ક્રિએટિવિટી નો પરિચય આપતા નકામી વસ્તુઓનો કલાત્મક અને સર્જનાત્મકતાથી સુંદર કલાકૃતિ તૈયાર કરી હતી. આ કૃતિમાં બાળકોએ ભારતીય સંસ્કૃતિની…
રિલાયન્સ ફાઉન્ડેશન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના હેતુથી Swachhata Hi Seva 2024 પહેલમાં ભાગ લેવા બદલ ગર્વ અનુભવે છે. રિલાયન્સ ફાઉન્ડેશને 1 ઓક્ટોબર, 2024ના રોજ અમદાવાદના થલતેજ ક્રોસ રોડ ખાતે સ્વચ્છતા અભિયાન #wecare4swatchhataનું આયોજન કર્યું.
જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે નિર્માણ થયેલ ડે-કેર હોસ્પિટલના દાતાઓ અને શુભેચ્છકોનો સન્માન સમારંભ યોજાયો હતો. BAPS સંસ્થાના પરમ આદરણીય પૂજ્ય સ્વામી ઈશ્વરચરણ સ્વામી તથા અક્ષત વત્સલ સ્વામી અને યોગીસ્મરણ સ્વામીના આર્શીવચન દ્વારા આ લગભગ 50 કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલમાં ઉદાર હાથે દાન આપનાર તથા તેના નિર્માણ કાર્યમાં…
રાજ્યના શહેરોમાં હેલમેટને લઈને નવો કાયદો ડિસેમ્બર 2020માં અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ હતી જોકે, એ પછી પણ હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં તેનો કડક અમલ થતો નથી ગુજરાત હાઈકોર્ટે આજે નવરાત્રી પહેલાં હેલમેટના કાયદાના કડક અંગે સરકારને નિર્દેશ આપ્યો અમદાવાદ પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતાં અકસ્માતો…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7 માં માસ્ક મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વિદ્યાર્થીઓએ સ્પાઈડર, કાર્ટુન, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, આઈમાસ્ક, આદિજાતિના અને સામાન્ય રીતે કોઈપણ વિષય પર માસ્ક બનાવ્યા હતા. આ સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.
રાજ્યમાં ગેરકાયદેસર કોલ સેન્ટર્સનું વ્યાપક નેટવર્ક કોલ સેન્ટરમાં કામ કરવા ડીગ્રી નહીં, અંગ્રેજીમાં પ્રભુત્વ, આવડત-હિંમત જરૂરી અમદાવાદ રાજ્ય જ નહીં દેશભરમાં કોલસેન્ટર્સનું ચલણ વધ્યું છે. ઓનલાઈન કામ કરનારી કે કોઈ પણ સેવા પ્રદાન કરનારી કંપનીઓ માટે કોલ સેન્ટર અનિવાર્ય બની ગયા છે. આવા કોલ સેન્ટર્સ માટે કોઈ ખાસ ડીગ્રી કે…
ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર્સ પર ગાળિયો કસવા તંત્ર સજ્જ ટોલ ફ્રી નંબર 1930 પર અંદાજે રોજની 300થી વધુ ફરિયાદો આવે છે, ટોલ ફ્રી સેવા ફ્રોડનો શિકાર બનનારા માટે સંજીવની સમાન અમદાવાદ કોલ સેન્ટર અથવા કોલ સેન્ટર એ એક સંચાલિત ક્ષમતા છે જે કેન્દ્રિય અથવા દૂરસ્થ હોઈ શકે છે જેનો ઉપયોગ…
ગુજરાતમાં 35 કોલ સેન્ટર પર સીબીઆઈના દરોડા સાયબર ક્રાઈમના કિસ્સા રાજ્યમાં ખૂબજ વધી રહ્યા છે, નકલી કોલ સેન્ટર્સ દ્વારા ચાલતા આ નેટવર્કને શોધવા અને તેમની સામે કાર્યવાહી કરવી પોલીસ માટે મોટો પડકાર છે અમદાવાદ અમદાવાદમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા…
સૌ ભણે, આગળ વધેના સરકારી દાવા પોકળ, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વિકાસના નામે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાના માધ્યમથી રાજ્યના 1.20 લાખ કરતા વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને રૂ.12 કરોડ કરતા વધુની સહાય ચૂકવાઈ અમદાવાદ શાળાઓમાં વધતા ડ્રોપ રેટ…
અમદાવાદ સત્તાધારી ભાજપના અનેક નેતાઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવા છતાં પક્ષની છત્રછાયામાં તેઓને કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી તેથી જ હજુ પણ ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો પણ ગુનો કરતા ખચકાતા ન હોવાનું જોવા મળે છે. એમ તો નેતાઓને ગુનાઓ સાથે વર્ષો જૂનો નાતો છે પણ છેલ્લા કેટલાક દાયકાઓથી આ…
હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની ‘યોગ જાગૃતિ’ ઉપલક્ષમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજનકરવામાં આવ્યું હતું. ‘યોગ’ દ્વારા વિદ્યાર્થીઓ મનોબળ, એકાગ્રતાશક્તિ, યાદશક્તિમાં વધારો કરી શકે તેમજ તણાવ, થાકને દૂર કરી તંદુરસ્તી ભર્યું જીવન બનાવી શકે. તે માટે વિવિધ જ્ઞાન મુદ્રાઓ, આસનો,…
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાથી પરિચિત થાય અને હિન્દી ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરે તેના સંદર્ભે १४ सितंबर ‘विश्व हिन्दी दिवस ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પઠન, આચાર્યા ભારતીબેન મિશ્રા દ્વારા હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન,…
“મહિલાઓ જ્યારે લીડર બને છે, ત્યારે આપણે એક અશક્ય પરિવર્તનને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ”, એમ સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું · ભારતભરમાંથી સામાજિક ક્ષેત્રની મહિલા અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલોની જલવાયુ પ્રતિરોધકતા,શિક્ષણ, આજીવિકા તેમજ વિકાસ માટે રમત-ગમત ક્ષેત્રમાં તેમની કામગીરી માટે પસંદગી કરાઈ · આ ફેલોને ગ્લોબલ લીડર્સ અને નિષ્ણાતોના નેટવર્ક સુધી પહોંચ પૂરી પાડવા સાથે 10-મહિનાના…
આજરોજ હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં ધોરણ:-૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે જાગૃતતા લાવવા માટે શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી અંતર્ગત હિન્દી વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને Soft Board Decoration સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન…
‘કવિતાએ સાહિત્યનો મુખ્ય ભાગ છે’ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં કવિતાની સુવાસ ફેલાવાની સાથે હિન્દી દિવસના ઉપલક્ષમાં ‘હિન્દી કાવ્ય પઠન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાવ્ય પઠનમાં સ્ત્રી, ભારતમાતા, પ્રકૃતિ, કૃષ્ણ, સમય જેવા વિષયો પર કાવ્યો રજૂ કર્યાં હતા. જેમાં શુદ્ધ ઉચ્ચારણ, લય, હાવભાવ દ્વારા સુંદર અભિવ્યક્તિ…
હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧થી૭નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવાકે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ નાળિયેરની છાલ, પેપર, ક્લે વગેરેમાંથી ઈકોફ્રેન્ડલી વિવિધ સુંદર ગણેશજી બનાવ્યા હતા, અને સમાજમાં પર્યાવરણ બચાવવવાનો સંદેશ આપ્યો હતો.