મોરબી જિલ્લાના બોરિયાપાટી શાળામાં એનિમિયા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

Spread the love

મોરબી

મોરબી જિલ્લાના બોરિયાપાટી શાળામાં એનિમિયા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એનિમિયા મુક્ત ભારત અભિયાનના સમર્થનમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની પરિયોજના હેઠળ આશ્વિનભાઈ ટીમના સક્રિય સભ્ય તરીકે જોડાયા હતા તેમજ UHC લિલાપર રોડ ટીમ દ્વારા સફળ આરોગ્ય તપાસ અને પોષણ કાર્યક્રમ યોજાયો આ કામગીરી દરમિયાન મેડિકલ ઓફિસર ડૉ. અરવિંદ ચૌધરી, ભાવીકાબેન (લેબ ટેક્નિશિયન), પદ્મિનીબેન (FHW) અને ઇમરાનભાઈ (MPHW) દ્વારા કુલ 260 વિદ્યાર્થીઓનું હિમોગ્લોબિન, ઊંચાઈ અને વજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું, નીચા હિમોગ્લોબિન ધરાવતા વિદ્યાર્થીઓને આયર્ન–ફોલિક એસિડની ગોળી/સીરપ તથા કૃમિનાશક માટે એલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવી અને સાથે સાથે એનિમિયા, કૃમિ સંક્રમણ તથા પોષણ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *