મુંબઈ નવું વર્ષ નજીક આવી રહ્યું છે, ત્યારે આ સમય છે આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્યનો પાયો નાખવાનો સંકલ્પો કરવાનો. તે માટે એક શક્તિશાળી સંકલ્પ 2025માં તમારી સંપત્તિને વધારવા માટે મલ્ટી-એસેટ ફંડ્સ દ્વારા ત્રણની શક્તિનો લાભ લેવાનો છે. તેના વૈવિધ્યસભર અભિગમ સાથે, બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ ઉદાહરણ આપે છે કે કેવી રીતે એકબીજા સાથે સંકળાયા વગરના અસ્કયામતોનો પોર્ટફોલિયો મજબૂત જોખમ-સમાયોજિત વળતર પ્રદાન કરી શકે છે. જે તમને નાણાકીય સમૃદ્ધિના મહામાર્ગ પર કોઈપણ ઉતાર-ચડાવનો સામનો કરવા માટે તૈયાર કરે છે. તમારાઈન્વેસ્ટમેન્ટપોર્ટફોલિયોમાટે “મલ્ટીવિટામીન“ બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ ઇક્વિટીની વૃદ્ધિની સંભાવના, ડેબ્ટની સ્થિરતા, સોનાના વૈવિધ્યકરણ અને REITs/InvITs ના યુનિટ્સની આવકની સંભાવનાને જોડે છે. આ અનોખું મિશ્રણ તમારા પોર્ટફોલિયો માટે મલ્ટીવિટામીન તરીકે કામ કરે છે, જે સ્થાયી તંદુરસ્તી અને કાર્યક્ષમતા માટે જરૂરી પુષ્ટિકારક તત્વો પહોંચાડે છે. આ ફંડે તેની શરૂઆતથી પ્રભાવશાળી 19.98% વળતર આપ્યું છે, જે તેના 18.91%ના બેન્ચમાર્ક વળતરને પાછળ છોડી દે છે. 30મી નવેમ્બર 20024ના રોજના પોર્ટફોલિયોની ફાળવણી અંતર્ગત આશરે 69% ઇક્વિટીમાં, 15% સોનામાં અને 16% ડેબ્ટ અને રોકડમાં છે, ફંડનો ઉદ્દેશ્ય બજારની વધઘટ દરમિયાન ઘટાડાના સમયે ટેકો મેળવવા સાથે દરેક અસ્કયામત વર્ગમાં વૃદ્ધિ મેળવવાનો છે. નિપુણતાસાથેલવચીકતાનુંસંયોજન મલ્ટી એસેટ ફંડ્સને જે અલગ પાડનારું તત્વ તેનો વ્યાપ છે જે ફંડ મેનેજરોને પોર્ટફોલિયોને ઑપ્ટિમાઇઝ કરવા માટે સ્વતંત્રતા આપે છે. દાખલા તરીકે, ઈક્વિટીમાં, ફંડ મેનેજર લાર્જ, મિડ અને સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરી શકે છે, જે સ્થિરતા અને ઉચ્ચ વૃદ્ધિની તકોના સંયોજનની ખાતરી આપે છે. તેવી જ રીતે, ડેબ્ટ સેગમેન્ટમાં, ફંડ મેનેજર વ્યૂહાત્મક રીતે સમયગાળાને સમાયોજિત કરી શકે છે અને બજારની સ્થિતિના આધારે ગવર્નમેન્ટસિક્યોરિટીઝ અથવા ઉચ્ચ-ગુણવત્તાવાળા કોર્પોરેટ બોન્ડમાં ફાળવણી કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જેમ મલ્ટિ વિટામિન ટોનિકમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો અને ટ્રેસ મિનરલ્સ/તત્વો હોય છે, તેમ મલ્ટી એસેટ ફંડ એક જ પ્રોડક્ટની બાંધણીમાં તમામ ડેફિશિયન્સીસનું ધ્યાન રાખવા સક્ષમ બનાવે છે. મલ્ટીએસેટફંડ્સનીપસંદગીશામાટે ? મલ્ટી-એસેટ ફંડ્સ યોગ્ય રીતે સજ્જ પોર્ટફોલિયો બનાવવા માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરે છે. અસ્કયામત વર્ગોમાં સંતુલિત ફાળવણી સતત અને સ્થિર વળતરની ખાતરી કરીને જોખમોને ઘટાડે છે. મલ્ટિ-એસેટ ફંડ્સ એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને મૂડીનું સર્જન કરે છે કે વિવિધ અસ્કયામત વર્ગો ઘણીવાર બજારની વિવિધ પરિસ્થિતિઓમાં અલગ રીતે કામગીરી કરે છે. ઐતિહાસિક રીતે, ડેટા દર્શાવે છે કે ઇક્વિટી અને ફિક્સ્ડ ઈનકમની ફાળવણી સાથે સોનામાં રોકાણ કરવાથી પોર્ટફોલિયોની કામગીરીમાં સુધારો જોવા મળે છે. તે નકારાત્મક વળતરની સંભાવનાને ઘટાડવા સાથે 10% કરતા વધુ વળતરના પ્રમાણમાં વધારો કરે છે. અગાઉની કામગીરી ભવિષ્યના પરિણામોની બાંયધરી આપતી નથી, પણ એનલિસીસ સૂચવે છે કે સોનું અસરકારક વૈવિધ્ય રોકાણ બની શકે છે અને પોર્ટફોલિયોની કામગીરીમાં નોંધપાત્ર ફાળો આપનાર હોઈ શકે છે. *એપ્રિલ 2002, થી 30 નવેમ્બર, 2024 સુધીનો ડેટા. વળતર એ 30મી એપ્રિલ 2005 થી 30 નવેમ્બર, 2024 સુધી દૈનિક ધોરણે ગણતરી કરાયેલ દૈનિક 3-વર્ષના રોલિંગની સરેરાશ છે. નવુંવર્ષ, નવીનાણાકીયવ્યૂહરચના વર્ષ 2025ની શરૂઆત બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડમાં રોકાણ દ્વારા કરો. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને સંપત્તિ બનાવવાની આ એક સારી રીત છે.