એસએસએજી મોલ્કેમ વિમેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં બુધવારે રમાયેલી મેઇન ડ્રોની કેટલીક મહત્વની મેચોમાં આકાંક્ષા નિત્તૂરે, અમદાવાદની ઝીલ દેસાઈ અને મોખરાના ક્રમની યાશિના સહિતની પ્રમુખ ખેલાડીઓએ તેમની વિજયકૂચ જારી રાખી હતી. મોટા ભાગની મોખરાની ખેલાડીઓએ આસાન વિજયહાંસલ કર્યા હતા. આકાંક્ષાએ તેની મેચ જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ અંતે તેણે એક સેટ ગુમાવ્યો હોવા છતાં સોહા સાદીકને હરાવી દીધી હતી. વિમેન્સ સિંગલ્સની કેટલીક મેચના પરિણામ આ મુજબ રહ્યા હતા.
આકાંશા નિત્તુરે જીત્યા વિરુદ્ધ સાહો સાદીક 6-4, 1-6, 6-4. ઝીલ દેસાઈ જીત્યા વિરુદ્ધ પૂજા ઇંગ્લે 6-4, 6-3. યાશિના જીત્યા વિરુદ્ધ પાવાની પાઠક 6-1, 6-3. હોનોકા કુબાયશી (જાપાન) જીત્યા વિરુદ્ધ અંજલી રાથી 6-2, 6-2. એલેના જાનશિદી જીત્યા વિરુદ્ધ મોનાકો 7-6, 6-3. માયા રાજેશ્વરન જીત્યા વિરુદ્ધ આન્દ્રે નગાટા 2-6, 6-1, 6-2. વૈષ્ણવી અદકર જીત્યા વિરુદ્ધ પ્રભા લક્ષ્મી 6-1, 6-3. માટોશ સિકવેરા ફર્નાન્ડીઝ જીત્યા વિરુદ્ધ હુમેરા બહરનુસ 6-1, 6-1. ડબલ્સઃ ખુશાલી મોદી/સેજલ ભુતાડા જીત્યા વિરુદ્ધ માન્યા દેસાઈ/વિદુલા અમર 7-5, 6-2.