પરંપરાઓને જીવંત રાખીને, પ્રોવી ગિફ્ટીંગ કલેક્શન્સ પરંપરા અને પોષણને અસંખ્ય મીઠાઈઓના આધુનિક વિકલ્પ તરીકે જોડે છે
મુંબઈ
ડ્રાયફ્રુટ્સ અને હેલ્ધી સ્નેકિંગ ક્ષેત્રનું વિશ્વસનીય નામ પ્રોવી ફૂડ્સ, આ તહેવારોની મોસમમાં આરોગ્યપ્રદ ગિફ્ટીંગ વિકલ્પો રજૂ કરવા માટે ઉત્સાહિત છે, જે આનંદ અને આરોગ્ય જાળવણીના યોગ્ય સંયોજનની શોધ કરતાં ગ્રાહકોની વધતી જતી સંખ્યાને સંબોધિત કરે છે. આ અનોખા ગિફ્ટીંગ પેક્સને આરોગ્ય, સ્વાદ અને ભવ્યતા ઉપર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરીને તહેવાર માટેની ભેટ, કોર્પોરેટ ગિફ્ટીંગ અથવા સંતોષપૂર્વકના આહાર માટે વિશેષ રીતે તૈયાર કરાયા છે અને તેની કિંમત નિર્ધારાઈ છે.
પ્રોવી ફૂડ્સના ગિફ્ટ પેકેજીસ ભાવસમૃદ્ધ પદ્ધતિ સાથે સૂકામેવા અને બદામ ભેટ આપવાની પરંપરાનું સન્માન કરે છે અને તેને સ્વીકારે છે, જે આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. પ્રોવીએ સુંદર ડિઝાઇન કરેલા પેકમાં કુદરતી બદામ, કાજુ, પિસ્તા અને કિસમિસ ભરેલા કલેક્શન્સ તૈયાર કર્યા છે, જે ભેટ આપવાની પરંપરાને વધુ સમૃદ્ધ કરે છે.
પ્રોવી સેલિબ્રેશન ડિલાઇટ ફેસ્ટિવ ગિફ્ટ પેક્સ
બદામ, કાજુ, પિસ્તા અને કિસમિસ જેવા વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સનું પ્રીમિયમ કલેક્શન – વિવિધ પેક સાઈઝમાં ઉપલબ્ધ છે:
● 300 ગ્રામ / 400 ગ્રામ / 600 ગ્રામ / 800 ગ્રામ
● કિંમત: રૂ. 849 થી રૂ.1,849
સુંદર રીતે પેક કરેલ અને આરોગ્યપ્રદ
બધા ગિફ્ટ પેક ભવ્ય ડિઝાઇન સાથે સુંદર ફેસ્ટિવ પેકેજિંગમાં આવે છે. ભેટ આપવામાં સુગમતા રહે તે માટે તેની સાથે કન્વિનિયન્ટ, સ્ટાઇલિશ કેરી બેગ પણ છે.
“આ કાળજીપૂર્વક તૈયાર કરેલ ગિફ્ટ પેક સિઝનલ અને તહેવારોની ભેટ આપવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જે સ્વાદ અથવા ભેટની સુંદરતા સાથે બાંધછોડ કર્યા વગર કોન્શિયસ ગિફ્ટીંગના અમારા મૂલ્યો સાથે સંપૂર્ણ સુસંગત છે,” એમ પ્રોવી ફૂડ્સના એમડી અને સીઈઓ શ્રી ડીપી ઝાવરે જણાવ્યું હતું. આરોગ્ય પ્રત્યે સભાન ગ્રાહકોને અમે એવા આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરતા જોયા છે જે સ્વાદને પણ જાળવી રાખે અને આરોગ્યનું પણ ધ્યાન રાખે જે સિઝનલ અને તહેવારોના પ્રસંગો દરમિયાન મહત્વપૂર્ણ છે.
મલ્ટીપલ ચેનલ્સ મારફતે ઉપલબ્ધ
પ્રોવી ફૂડ્સના ફેસ્ટિવ ગિફ્ટ કલેક્શન્સ વિવિધ ચેનલ્સ મારફતે ઉપલબ્ધ છે:
● મોડર્ન ટ્રેડ: ડી-માર્ટ, રિલાયન્સ સ્ટોર્સ
● ડાયરેક્ટ: https://www.provfoods.in/collections/gifts-combos પર ગ્રાહકો સમગ્ર શ્રેણી ઉપરથી પસંદ કરી શકે છે
બજારનો પ્રતિભાવ અને વૃદ્ધિનો અંદાજ
સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ગ્રાહકો જે ભેટ આપવા માટે પૌષ્ટિક વિકલ્પો શોધે છે, તેમની સાથે પ્રોવી ફૂડ્સ તહેવારોની મોસમ દરમિયાન ઉચ્ચ સ્તરની સ્વીકૃતિની અપેક્ષા રાખે છે. ગ્રાહકોમાં તાજેતરમાં વિકસેલા વેલનેસ પ્રત્યેના ટ્રેન્ડ સાથે ભેટ આપવાની પરંપરાગત સાંસ્કૃતિક પ્રથાના સંયોજનને જોડીને, પ્રોવી ફેસ્ટિવ ગિફ્ચીંગ માર્કેટમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે તૈયાર છે.
