ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું વિમોચન

“પ્રમુખસ્વામી મહારાજના જીવનને પુસ્તકમાં બાંધવું અસંભવિત છે. પ્રમુખસ્વામી મહારાજ એવા એક મહાપુરુષ હતા,  જેમના જીવનની પ્રત્યેક ક્ષણ લોકકલ્યાણ માટે સમર્પિત હતી. અસીમ શાંતિના ધારક, સહજ, સરળ, વિનમ્ર, દિવ્ય, ભારતની સનાતન મહાન સંસ્કૃતિના વાહક પ્રમુખસ્વામી મહારાજ હતા.” “પ્રમુખસ્વામી મહારાજના જીવન પરનું પુસ્તક આપણાં શાસ્ત્રોનો સાર છે. વિશ્વવંદનીય મહાપુરુષ એવા પ્રમુખસ્વામી મહારાજની ચેતનાને વંદન. પ્રમુખસ્વામી મહારાજના જીવન…

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

અમદાવાદ હરેકૃષ્ણ મંદિર- ભાડજ તા. 14 માર્ચ, 2025 શુક્રવારના રોજ ગૌર પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે. આ દિન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણના છુપા અવતાર તરીકે વિશેષ માનવામાં આવે છે તેમના અવતરણનો શુભદિન છે. આ વર્ષે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની 536મી જન્મજયંતિ આવી રહી છે તેમજ આ ઉત્સવ ગૌડીય વેષ્ણવો માટે નવવર્ષના…

2500 વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા 126 શાસ્ત્રીય રાગોના ગ્રંથ “રાગોપનિષદ્નું”નું લોકાર્પણ

વિવિધ રાગમાલાઓનો સંચય રાગોપનિષદ સંગીતપ્રેમીઓ માટે સંભારણું બનશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના શુભહસ્તે, શાસ્ત્રીય સંગીત આધારીત જૈન પ્રાચીન ભક્તિગીતોના મહાગ્રંથ ‘રાગોપનિષદ્’ અને તેના મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘‘ભારતમાં સદીઓથી સંગીતની આગવી પરંપરા રહી…

જૈન સાધુઓ દ્વારા રચાયેલાં ભારતીય ભક્તિ સંગીત અને શાસ્ત્રીય સંગીતનો સુભગ સમન્વય કરતા  રાગોપનિષદની સંગીતમય રજૂઆત થશે

અમદાવાદ આજથી 500 વર્ષ પૂર્વે વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલાં અને સચવાયેલાં ગહન ગ્રંથ રાગોપનિષદની સંગીતમય રજૂઆતનો કાર્યક્રમ મુંબઈમાં યોજાશે. રાગોપનિષદ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં મૂળ ધરાવતું રાગોપનિષદ ભારતીય સંગીતની…

સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની રાષ્ટ્ર કથાનું આયોજન

અમદાવાદ સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર “જનની જન્મભૂમીશ્વ સ્વર્ગાત અપિ ગરીયસી” અને “મેરા ભારત મહાન” આ સૂત્રોને લક્ષ્યમાં રાખી નીકોલમાં આવેલા ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે વિશ્વમાં સૌપ્રથમવાર તા. 21 થી 27 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહ ચાલનારી આ રાષ્ટ્ર કથાનો સમય રાત્રે 8.30 થી 11.30નો રહેશે. આ કથાનું જીવંત પ્રસારણ જીટીપીએલમાં 555 નંબરની…

હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ગુજરાતના યુવાનોને ડ્રગમુક્ત કરવા પરિવર્તન અભિયાન

અમદાવાદ વિશ્વ ગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજજીના શુભાશીષથી હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના હરેકૃષ્ણ મંદિર ખાતે મેગા યુવા મહોત્સવ “પરિવર્તન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પહેલ દ્વારા સમગ્ર રાજ્યના યુવાનોને પ્રેરણા આપવા, જોડવા અને સશક્ત બનાવવા માટે એક જીવંત પ્લેટફોર્મ બનાવવાનો છે. આ કાર્યક્મમાં રાજ્ય અને તેની બહારના  1000થી  વધુ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાશે એવો એક અંદાજ છે. મંદિરની વેબસાઈટwww.harekrishnmandir.org ઉપર “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવની માહિતી મળી રહેશે. “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ કાર્યક્રમની વિગતો આપતાં હરેકૃષ્ણ મંદિર ભાડજ યુવા સંગઠનના હેડ શ્રી રાસપરાયણ પ્રભુએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવાઓ આત્મહત્યા, મોબાઇલ એડીક્શન, વિવિધ વ્યસનો, માનસિક તણાવ, સામાજિક…

અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું

પ્રયાગરાજ મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અંબાણીએ તેમની માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા, તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે અંબાણીના સાસુ પૂનમબેન દલાલ અને સાળી મમતાબેન…

રિલાયન્સ મહાકુંભમાં લાખો યાત્રાળુઓની સેવામાં સમર્પિત

પ્રયાગરાજ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ અને દૈવી કૃપા માટે જીવનમાં એકવાર આવેલી આ યાત્રારૂપી તક ઘણા લોકો માટે પડકારરૂપ બની શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ‘તીર્થ યાત્રી સેવા’ શરૂ કરી છે, જે યાત્રાળુઓની યાત્રાને સરળ બનાવવા તેમજ તેમની સુખાકારી…

ચિન્મય મિશન અમદાવાદ આયોજીત શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક ગાન સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા

અમદાવાદ હીરામણી પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)ના બાળકો દ્વારા ચિન્મય મિશન અમદાવાદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય પાંચનાશ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમદાવાદની વિવિધ શાળાઓના 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી 160 વિદ્યાર્થી ફાઇનલ રાઉન્ડની સ્પર્ધામાં પસંદગી પામેલ હતા જેમાં હીરામણી શાળાના 14માંથી બે વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં વિજેતા બન્યા હતા. આ સ્પર્ધાની…

જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વરધામનો 8 ડિસેમ્બરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે વાસ્તુદોષ ટાળવા ચૌમુખ ભગવાન અને શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવી અમદાવાદ જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વરધામમાં 8 ડિસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સાના માર્ગદર્શનમાં…

શ્રી લાખણેચી માતાની 125 દીવાની આરતી અને અન્નકૂટ

અમદાવાદ અમદાવાદના જુનાવાડજ ખાતે આવેલા રાજ રાજેશ્વરી શ્રી લાખણેચી માતાના મંદિરમાં સમસ્ત લાખણેચી મા સેવક પરિવારઃ ગોતા-વાડજના પરમ પૂજ્ય ભુવાજી શ્રી રણછોડભાઈના માર્ગદર્શનમાં દેવ દીવાળીના રોજ સવા સો દીવાની ભવ્ય આરતી અને 56 ભોગના અન્નકૂટનું આયોજન કરાયું હતું. આ ભવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.

સમગ્ર ગુજરાતની જીવદયા-ગૌસેવા સંસ્થાઓ દ્વારા ગૌમાતાને રાજ્યમાતા બનાવવા તેમજ જીવદયા-ગૌસેવા અંગેના વિવિધ પ્રશ્નોની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરાશે

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતેગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરાશે અમદાવાદ તા 17 ઓક્ટોબર 2024 – શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે ગુજરાત રાજ્યનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ સમસ્ત મહાજન તથા સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા સંસ્થાઓ તરફથી અભિવાદન કરવામાં આવી…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં શ્રીમદ ભગવદગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે“શ્લોકગાન”સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ સમજાવી  ઉત્સાહ…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં નવરાત્રી નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ

નવરાત્રી મહોત્સવ નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ        હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવના ભાગરૂપે પૂજા થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સંસ્કૃતિમાં પૂજા વિધિનું મૂળ સારું મહત્વ છે. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પૂજામાં ભગવાનની આરતીની થાળીનું કલાત્મક અને ક્રિએટિવ સુશોભન કરવાની પ્રવૃત્તિને…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલો દ્વારા ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં વડીલો દ્વારા ગણપતિભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

હિરામણી સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી

હિરામણી સ્કૂલમાં ધોરણ એક થી સાત પ્રાથમિક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

હીરામણિ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. જેમકે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને…

હીરામણિ નર્સરી – જુનિકે.જી.– સિનિ.કે.જી.માં ભૂલકાંઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી

હીરામણિના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ચિત્રસ્પર્ધા તેમજરથના વિવિધ મોડેલ બનાવી રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન જગન્નાથના વિવિધ રથો બનાવ્યા હતા.

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા આયોજિત ગીતા સ્પર્ધામાં 3000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

અમદાવાદ આધ્યાત્મિક શિક્ષણ અને જ્ઞાનની ઉજવણીમાં, ભાડજ, અમદાવાદ ખાતે હરે કૃષ્ણ મંદિરે એક ભવ્ય ગીતા સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં 3000 થી વધુ ઉત્સાહી વ્યક્તિઓએ ભાગ લીધો. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આયોજિત આ સ્પર્ધાનો હેતુ ભગવદ-ગીતાના ગહન ઉપદેશોનો પ્રચાર કરવાનો હતો, જે તેના આધ્યાત્મિક ઊંડાણ અને વ્યવહારિક શાણપણ માટે આદરણીય કાલાતીત ગ્રંથ છે. આ…