બ્રિટનના રાજવી કિંગચાર્લ્સ ત્રીજા અને ક્વીન કેમિલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાતે

Spread the love
  • નીસડન મંદિરના ૩૦ વર્ષની ઉજવણીના સીમાચિન્હરૂપ અવસરે આ મુલાકાત કિંગચાર્લ્સ અને રાજવી પરિવારના બી.એ.પી.એસ. સંસ્થા સાથેના ત્રણ દાયકાથી વધુ સમયના મૈત્રીપૂર્ણ સંબંધોને ઉજાગર કરતી બની રહી
  • રાજવી દંપતીએ મંદિરના સ્વયંસેવકો અને ભક્તોને ત્રણ દાયકાઓઓથી તેઓના વ્યાપક સમાજને સ્પર્શતા નિ:સ્વાર્થ, સમર્પિત સેવાકાર્યો માટે અભિનંદન પાઠવ્યા

લંડન

બ્રિટનના રાજવી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેઓના પત્ની ક્વીન કેમિલાની સડન મંદિરની  મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલાં ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના ૩૦ વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે લંડનના બી.એ.પી.એસસ્વામિનારાયણમંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન જીતુ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ તરીકેની અગાઉની મુલાકાતો બાદ, રાજા અને રાણી તરીકે આ તેમની મંદિરની પ્રથમ મુલાકાત હતી.

તેમની મુલાકાત દરમિયાન, રાજવી દંપતીએ મંદિરના સ્વયંસેવકો અને ભક્તસમુદાય સાથે મંદિરના સેવાકીય કાર્યો વિશે માહિતી મેળવી હતી. આમાંધ ફેલિક્સ પ્રોજેક્ટસાથેની લાંબા ગાળાની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે – આ લંડન સ્થિત ચેરિટિ સંસ્થા અસહાય લોકોની ભૂખ દૂર કરવા માટે વધારાના ખોરાકનું પુનર્વિતરણ કરે છે, જે રાજવી કિંગ ચાર્લ્સના કોરોનેશન ફૂડ પ્રોજેક્ટનોપણ એક ભાગ છે.

મુલાકાતદરમિયાન, રાજવીદંપતીએ પેરિસમાં આગામી સપ્ટેમ્બર, ૨૦૨૬માં ઉદઘાટિતટન થવા જઈ રહેલાં ફ્રાન્સના સૌ પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસ વિશે માહિતી મેળવી હતી, અને મંદિર નિર્માણની પ્રોજેક્ટ ટીમના મુખ્ય સભ્યો સાથે મુલાકાત કરી હતી.

લંડન મંદિરના મુખ્ય કાર્યવાહક સંત યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું, “આ ઐતિહાસિક અવસર પર ભક્ત સમુદાય રાજવી દંપતીનું નીસડન મંદિરમાં સ્વાગત કરતાં આનંદ અનુભવી રહ્યો છે. તેઓની મિત્રતા અને મંદિરના સામાજિક સેવાકાર્યોમાં સતત રસ લેવા બદલ અમે તેઓનો ખૂબ આભાર વ્યકત કરીએ છીએ.”

વિશ્વવ્યાપી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભારતમાંથી એક વીડિયો સંદેશ દ્વારા રાજવી પરિવારને માટે તેઓની પ્રાર્થના અને આશીર્વાદ પાઠવતા જણાવ્યું,

તમારી જાહેર સેવાના દાયકાઓ દરમિયાન, તમે આસ્થાને આદર આપ્યો છે અને ધર્મો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપ્યું છે; આજે આપની અહીં ઉપસ્થિતિ તેની સાબિતી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *