આર્થિક સ્થિતિ વધુ સુદ્ધર કરવા વિયેટનામ પ્રવાસન ક્ષેત્રને મજબૂત બનાવશે
ભારતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા વિયેતજેટ અમદાવાદથી વધુ એક ફ્લાઈટ શરૂ કરશે

દા નાંગ
વિયેતનામના ઇતિહાસ પર ખાસ કરીને તેના અમેરિકા સાથેના લાંબા ચાલેલા યુદ્ધ પર નજર નાખીએ તો દેશમાં તબાહીને જોતા આ દેશ ફરી ઉભો થશે કે કેમ એ અંગે બધાને શંકા હતી. છેલ્લા 30 વર્ષમાં વિયેતનામમાં સારો એવો વિકાસ થયો છે. ખેતી આધારિત દેશમાં પ્રવાસન આવકનું મોટું સ્રોત બની રહ્યું છે. આ સ્થિતિમાં પ્રવાસનને વધુ વેગ મળે તે માટે અહીંની સરકાર સક્રિય છે. જેના સંદર્ભે વિયેટનામ અમદાવાદની વધુ એક વિમાની સેવા શરૂ કરશે. કુદરતી સૌંદર્યથી ભરપૂર વિયેતનામ ભલે ગરીબ દેશ ગણાતો હોય પણ અહીં એક નજરે જોઈએ તો ક્યાંય ગરીબીનો આભાસ પણ થતો નથી. વિયેતનામનું ચલણ ખૂબ જ નીચું મૂલ્ય ધરાવે છે છતાં અહીં વિકાસની ગતિ જોતા આગામી સમયમાં દેશ ખૂબ જ પ્રગતિ કરશે એવા સંકેત મળી રહ્યા છે.
કાયદામાં રહીને ક્યાંય પણ જાઓ કંઈ પણ કરો
વિયેતનામમાં ગુનાખોરીનો દર ખૂબ જ ઓછો જોવા મળે છે. વિદેશથી આવતા પ્રવાસીઓ અહીં નિશ્ચિત થઈને હરી ફરી શકે છે એટલું જ નહીં છોકરીઓ અને મહિલાઓ પણ આ દેશમાં મોડી રાત્રે ફરતી જોવા મળે છે. દેશના કાયદા કડક હોવા છતાં પોલીસ અત્યંત નમ્રતા સાથે વર્તન કરતી હોય છે. ગુનાખોરીનો દર અહીંયા ઓછો જોવા મળે છે. આ બાબતે દાનાંગ પાસે આવેલી ફુરામ રિસોર્ટના કોમ્પ્લેક્સ ડાયરેક્ટર ઓફ સેલ્સ એન્ડ માર્કેટિંગ પ્રભાકરસિંહ નું કહેવું છે કે વિશ્વભરના પ્રવાસીઓ વિયેતનામમાં સલામતીપૂર્વક પ્રવાસ કરી શકે છે. પ્રવાસીઓમાં વિયેતનામ આવવા માટેના આકર્ષણનું મોટું કારણ અહીં ક્યાંય પણ કંઈ પણ કરી શકાય છે. જોકે બધા એ પણ જાણે છે કે અહીંયા જે પણ કંઈ પણ કરવું હોય તે કાયદામાં રહીને કરવું પડે છે. અહીં કુદરતી સૌંદર્ય ઉપરાંત મળતી વિવિધ સેવાઓ અને વસ્ત્રો તથા પગરખા ખાસ કરીને બુટ સહિતની ખરીદીનો પ્રવાસીઓમાં ભારે ક્રેઝ રહે છે. પ્રવાસીઓને વિયેતનામની નાઈટ લાઈફ પણ ખૂબ જ આકર્ષે છે. અહીં નાઈટ લાઈફ જરા પણ જોખમી નથી હોતી. તેથી પ્રવાસી પુરુષ હોય કે મહિલા સલામતીપૂર્વક મોજ કરી શકે છે.
દ નાંગનું ફુરામા રિસોર્ટ
દા નાંગનું ફુરામા રિસોર્ટ દરિયા કિનારાની ખૂબ જ નજીક છે. આ એકમાત્ર રિસોર્ટ છે કે જેને સ્થાનિક સરકારે દરિયા કિનારાની નજીક બનાવવાની મંજૂરી આપી છે.
સૌથી વધુ કોરિયન પ્રવાસીઓ
વિયત નામમાં પ્રવાસન ઉદ્યોગ હવે ફૂલી ફાલી રહ્યો છે. વિયેતનામથી ટૂંક સમયમાં અમદાવાદ માટેની વધુ એક ફ્લાઈટ શરૂ થઈ રહી છે ત્યારે દેશમાં સૌથી વધુ પ્રવાસી કોરિયાના આવતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રભાકરના અનુસાર કોરિયા બાદ અહીં હોંગકોંગ, જાપાન અને તાઇવાનથી પણ મોટી સંખ્યામાં મુસાફરો આવે છે. ભારતથી વિયેટનામ આવનારા પ્રવાસીઓની સંખ્યા કુલ પ્રવાસીઓના આઠ ટકા જેટલી છે. જોકે છેલ્લા એક વર્ષમાં આ આંકડો બમણો થયો છે અગાઉ ચાર ટકા ભારતીય મુસાફરો અહીં આવતા હતા.
વિશ્વના ટોચના છ સૌથી ઉત્કૃષ્ટ સફેદ રેતીના દરિયાકિનારામાંનું એક
ટોચના છ સૌથી ઉત્કૃષ્ટ સફેદ રેતીના દરિયા કિનારામાંના એક નજીક સ્થિત ફુરામા રિસોર્ટ અને વિલાસ દાનાંગ વિયેતનામનું પ્રીમિયર હેરિટેજ રિસોર્ટ છે, જે ચંપા સંસ્કૃતિ અને આર્કિટેક્ચરલ વૈભવની સમૃદ્ધ ટેપેસ્ટ્રીની ઉજવણી કરે છે. ચામ રાજવંશના વારસાથી લઈને જાપાનીઝ વેપારીઓ, વસાહતી ફ્રેન્ચ અને મૂળ વિયેતનામીસ પરંપરાઓના પ્રભાવ સુધી, આ રિસોર્ટ ગહન ઐતિહાસિક આકર્ષણ ધરાવે છે, એમ જર્નલ મેનેજર ઓફ અરિયાના કોમ્પલેક્ષ ગેન્ટ્જસ્ક આન્દ્રેએ જણાવ્યું હતું.
197 ભવ્ય રૂમ અને સ્યુટ
ફુરામાના વિશિષ્ટ એસ્ટેટમાં અપ્રતિમ લક્ઝરીમાં છે, જેમાં 197 ભવ્ય રૂમ અને સ્યુટ, ખાનગી રસોડા અને વૈભવી પ્લન્જ પૂલથી શણગારેલા 67 વિલાઓ છે. ચિક બીચ બાર અને રેસ્ટોરાં વિયેતનામીસ, ઇટાલિયન, સીફૂડ અને આંતરરાષ્ટ્રીય વાનગીઓની સિમ્ફની ઓફર કરે છે, જે એક અવિસ્મરણીય ભોજનનો અનુભવ કરાવે છે.
એક કીમી લાંબો પ્રાચીન સફેદ રેતાળ બીચ
વિસ્તરેલ ઉષ્ણકટિબંધીય બગીચાઓ અને એક કિલોમીટર લાંબા પ્રાચીન સફેદ રેતાળ બીચની વચ્ચે સ્થિત, ફુરામા મુલાકાતીઓને ભોજન રાંધવાનો આનંદ, મનોરંજનની વિવિધ પ્રવૃતિ, આનંદદાયક જળ રમતો અને સમૃદ્ધ સાંસ્કૃતિક પર્યટનના ક્ષેત્રને અન્વેષણ કરવાની તક આપે છે.
સેલિબ્રિટીમાં આકર્ષણ
રિસોર્ટનું આકર્ષણ ખુબજ છે, જે રાજ્યના વડાઓ, રાજવીઓ, સેલિબ્રિટીઓ, યુરોપીયન બીચ જનારાઓ, હનીમૂનર્સ અને અસાધારણ શાંતી ઇચ્છતા પરિવારો માટે આ આદર્શ જગ્યા છે. અહીં ભારતના પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક મહાનુભાવો આવી ગયા છે.
રિસોર્ટની નજીક ત્રણ યુનેસ્કો હેરિટેજ સાઈટ
Furama ત્રણ યુનેસ્કો હેરિટેજ સાઇટ્સની મુસાફરી અને વિશ્વ-કક્ષાના ગોલ્ફ કોર્સની ઍક્સેસ પ્રદાન કરે છે, જે તેને આરામ અને શાંતી બંને માટે એક સુંદર આધાર બનાવે છે. ભવ્ય લગ્નો, ભવ્ય ઉજવણીઓ, અથવા સુપ્રસિદ્ધ-થીમ આધારિત સોઇરીસના આયોજન માટે ફુરામા રિસોર્ટ અને વિલાસ દાનંગ ઉત્તમ છે.