ગુજરાત જાયન્ટસે મુંબઈ ઈન્ડિયન્સને 36 રને હરાવી આઈપીએલમાં પહેલો વિજય મેળવ્યો

મુંબઈને ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય ભારે પડ્યો, ગુજરાતના આઠ વિકેટે 176 રનના જવાબમાં મુંબઈની ટીમ છ વિકેટે 160 રન બનાવી શકી અમદાવાદ સાંઈ સુદર્શનના શાનદાર 63 રન અને બોલર્સની વેધક બોલિંગની મદદથી યજમાન ગુજરાત ટાઈટન્સે આઈપીએલની એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 36 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતના આઠ વિકેટે 196 રનના જવાબમાં મુંબઈની ટીમછ વિકેટના…

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના કુલ 14 કરોડ લોકોને પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો

ગુજરાતને ત્રણ વર્ષમાં રૂ. 1329 કરોડ ફૂડ સબસિડી પેટે મળ્યા નવી દિલ્હી કેન્દ્ર સરકારની મહત્વની એવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને…

રિલાયન્સ ફાઉન્ડેશન-યુએન ઈન્ડિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગુજરાત ખાતે આયોજિત પરિષદમાં હોનારતોના નવતર, પહોંચપાત્ર, પગલાં ભરી શકાય તેવા અર્લી વોર્નિંગ ઉપાયો પર ભાર મૂકાયો

ભૂજ  રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ યુનાઈટેડ નેશન્સ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મંગળવારે અહીં આયોજિત એક પરિષદમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાં ભવિષ્યલક્ષી તૈયારીઓ માટે સાહસિક તેમજ પરિવર્તનકારી પગલાંની માગ કરાઈ હતી. ‘અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન- એ મલ્ટિ-હેઝાર્ડ, મલ્ટિ-સ્ટેકહોલ્ડર્સ એપ્રોચઃ એક્સપિરિયન્સીસ, લર્નિંગ્સ એન્ડ શેરિંગ’ નામની આ ઈવેન્ટમાં ભારતની અંદર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું સ્તર ઊંચુ લાવવા જ્ઞાનની વહેંચણી અને અગત્યની ચર્ચા યોજાઈ હતી. રિલાયન્સ ફાઉન્ડેશન…

ડિસ્ટ્રિક્ટ ચેસ ચેમ્પિયનશિપમાં ધ્યાન-રાયના ટોચ પર

અમદાવાદ અમદાવાદ જિલ્લા અંડર-૧૩ (છોકરાઓ અને છોકરીઓ) રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા ચેસ ન્યુ અમદાવાદ જિલ્લા એસોસિએશનના નેજા હેઠળ ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે 22 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. અંતિમ પરિણામો નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: ૧) ધ્યાન પટેલ – ૫ પોઈન્ટ ૧) રાયના પટેલ – ૪.૫ પોઈન્ટ…

રોમાંચક મેચમાં ગુજરાતનો 11 રને પંજાબ સામે પરાજય

આઈપીએલ-25 ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ ઈલેવનની મેચ અમદાવાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમ પર રમાયેલી આઈપીએલ-25ની એક મેચમં ગુજરાત ટાઈટન્સનો પંજાબ કિંગ્સ ઈલેવન સામે રને વિજય થયો હતો.. ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કરતા પંજાબે શાનદાર બેટિંગનું પ્રદ્રશન કરતા પાંચ વિકેટના ભોગે 243 રનનો જંગી જુમલા ખડક્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ …રન બનાવી…

અમદાવાદ ખાતે ‘ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25’નો પ્રારંભ

આ વર્ષે 10થી વધારે નેશનલ – ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટનું રાજ્યનાં વિવિધ શહેરોમાં આયોજન કરાયું : રમતગમત મંત્રી હર્ષ સંઘવીટેનિસ રમતમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મંત્રીના હસ્તે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા આ પ્રસંગે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. મંત્રીએ ગર્વભેર જણાવ્યું…

ભારતની એરલાઈન્સે 2023 અને 2024માં 1359 વિમાનના ઓર્ડર આપ્યા

અત્યારે દેશમાં 680 વિમાન કાર્યરત છે અને 133ને વિવિધ એરલાઈને ગ્રાઉન્ડેડ કર્યા છે 105 વિમાન 15 વર્ષ કરતા જૂના  છે જ્યારે 435 વિમાન 5 વર્ષથી ઓછી વયના છે નવી દિલ્હી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી ભારતની વિવિધ એરલાઈન્સે અગાઉના બે વર્ષમાં 1359 નવા વિમાનના ઓર્ડર આપ્યા છે- જેમાંથી 999 નવા વિમાનના…

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા

-પરિમલ નથવાણી (રાજ્ય સભા સાંસદ) વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17% કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ભારતમાં ખૂબ ઓછું છે. 1850 થી 2019 સુધીના આંકડાઓ મુજબ, ભારતમાં 4% કરતાં ઓછું વૈશ્વિક…

72મી ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપના બીજા દિવસે ડાઈવિંગ ઈવેન્ટ્સ યોજાઈ

SVP સ્વિમિંગ પુલ ખાતે ડાઈવિંગ ઈવેન્ટમાં 26 પુરૂષ અને 9 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો ગાંધીનગરગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ખાતે 72મી ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપના આજે બીજા દિવસે અમદાવાદના નવરંગપુરા સ્થિત SVP સ્ટેડિયમ સ્વિમિંગ પુલ ખાતે ડાઇવિંગ ઇવેન્ટ્સ યોજાઈ હતી. જેમાં કુલ 26 પુરુષ અને 9 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો…

ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું વિમોચન

“પ્રમુખસ્વામી મહારાજના જીવનને પુસ્તકમાં બાંધવું અસંભવિત છે. પ્રમુખસ્વામી મહારાજ એવા એક મહાપુરુષ હતા,  જેમના જીવનની પ્રત્યેક ક્ષણ લોકકલ્યાણ માટે સમર્પિત હતી. અસીમ શાંતિના ધારક, સહજ, સરળ, વિનમ્ર, દિવ્ય, ભારતની સનાતન મહાન સંસ્કૃતિના વાહક પ્રમુખસ્વામી મહારાજ હતા.” “પ્રમુખસ્વામી મહારાજના જીવન પરનું પુસ્તક આપણાં શાસ્ત્રોનો સાર છે. વિશ્વવંદનીય મહાપુરુષ એવા પ્રમુખસ્વામી મહારાજની ચેતનાને વંદન. પ્રમુખસ્વામી મહારાજના જીવન…

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપનો પ્રારંભ

ગુજરાતમાં પ્રથમ વાર યોજાઈ રહેલી ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો ગાંધીનગર દેશના વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધામાં સહભાગી થવા પધારેલા તમામ સ્પર્ધકોનું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી સ્વાગત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું…

નેશનલ ડેફ સિનિયર ટેનિસ મેન્સ સિંગલ્સમાં તામિલનાડુનો પૃથ્વી શેખર પ્રથમ

આજે ટેબલટેનિસની વિવિધ સેમિફાઈનલ અને ફાઈનલ રમાશે અમદાવાદ ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખોખરા ખાતે નેશનલ બધિર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી નેશનલ ડેફ સિનિયર ટેનિસની મેન્સ સિંગલ્સમાં તામિલનાડુના પૃથ્વી શેખરે પ્રથમ, ધનંજય દુબેએ બીજું તથા રાજસ્થાનના અર્શિતે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. વિમેન્સ સિંગલ્સમાં આંધ્ર પ્રદેશની જાફીન શેખ…

ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ, 4 રમત-સ્પર્ધાઓમાં 27 રાજ્યોના 572 રમતવીરો ભાગ લેશે

અમદાવાદ ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ યોજાવાની છે. 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25ની ચાર સ્પર્ધાઓ તા. 24 થી 28 માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. ગત સિઝન કેરળમાં યોજાઈ હતી જેમાં ગુજરાત ટોચના આઠમાં સ્થાન મેળવી શક્યું નહતું. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ભારતના તમામ રાજ્યો અને…

સંસદથી ક્રિકેટની પીચ સુધી: ન્યુઝીલેન્ડના પીએમનું પ્રદર્શન

વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્રિકેટની ચમક બિપિન દાણી મુંબઈ મુંબઈમાં ગુરુવારે સવારે ગરમાગરમ, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન એક યાદગાર ચકરાવો લીધો. ખેલાડીઓ અને મીડિયા કર્મચારીઓની ટુકડી સાથે, પ્રધાનમંત્રીએ પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમની મુલાકાત લીધી, જેનાથી તેમના સમયપત્રકમાં ક્રિકેટનો નવો વળાંક આવ્યો. પ્રધાનમંત્રીએ ફક્ત ઐતિહાસિક સ્ટેડિયમના દૃશ્યો અને અવાજોનો આનંદ માણ્યો નહીં; તેઓ…

My11Circle ટાટા આઈપીએલ 2025 કેમ્પેઇન‘સર્કલ મેં આજા’સાથે ચાહકોને રોમાંચની વધુ નજીક લાવશે

ટાટા આઈપીએલના એસોસિયેટ પાર્ટનર તરીકે તેના બીજા વર્ષમાં બ્રાન્ડે બ્રાન્ડ એમ્બેસડર્સની રોમાંચક લાઇનઅપ સાથે સ્ટાર-સ્ટડેડ કેમ્પેઇન રજૂ કર્યું મુંબઈ ટાટા આઈપીએલ 2025 માટેનો ઉત્સાહ વધી રહ્યો છે તેમ તેમ ગેમ્સ24×7 નું અગ્રણી ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ My11Circle તેના નવીનતમ કેમ્પેઇન‘સર્કલ મેં આજા’સાથે ઉત્સાહને વધારવા માટે તૈયાર છે. આ કેમ્પેઇન સાથે My11Circle એક ઇમર્સિવ અનુભવ, બ્રાન્ડ એમ્બેસેડર્સ…

ડીપી વર્લ્ડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇનોવેટિવ રેલ સોલ્યુશન્સ માટે ભાગીદારી કરી

દુબઈ, યુએઈ ડીપી વર્લ્ડ અને ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ માટે નવીનતમ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ લોન્ચ કરવા, રોડથી રેલ સુધીના પ્રોડક્ટ ટ્રાન્સપોર્ટને ખસેડવા, કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે ભાગીદારી કરી છે. નવા સોલ્યુશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગુજરાતમાં જામનગર પ્લાન્ટથી અમદાવાદમાં ડીપી વર્લ્ડના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (આઈસીડી) સુધી અને પછી ત્યાંથી મુંદ્રા પોર્ટ…

Spitze by Everyday એ આઈપીએલ સિઝન 2025 માટે તેના ઓફિશિયલ મોડ્યુલર કિચન એસેસરીઝ પાર્ટનર તરીકે આરસીબી સાથે ભાગીદારી કરી

રાજકોટ ભારતની અગ્રણી મોડ્યુલરકિચનએસેસરીઝબ્રાન્ડ્સ પૈકીની એક Spitze by Everyday એ સૌથી લોકપ્રિય આઈપીએલ ટીમો પૈકીની એક રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ (આરસીબી) સાથે નવી ભાગીદારી કરી છે. Spitze by Everyday એ આઈપીએલ સિઝન 2025 દરમિયાન મોડ્યુલર કિચન એસેસરીઝ પાર્ટનર તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ સાથે સફળ સહયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રસંગેSpitze by Everydayના સેલ્સ અને માર્કેટિંગ…

એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સે સુવિધાઓ ન ધરાવતા બજારોમાં લાઇફ ઇન્શ્યોરન્સની પહોંચ વધારવા ડિજિટલ-ફર્સ્ટ વ્યૂહરચનાઓ અપનાવી

મુંબઈ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિયમન અને ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ છતાં, ભારતમાં લાઇફ ઇન્શ્યોરન્સનો પ્રસાર 2.8 ટકા જ રહ્યો છે. જોકે આ સેગમેન્ટ્સે ઓટીટી સબ્સ્ક્રીપ્શન અને ડિજિટલ પેમેન્ટ્સ અપનાવ્યા છે, પરંતુ લાઇફ ઇન્શ્યોરન્સ ઘણીવાર અન્ય નાણાંકીય પ્રાથમિકતાઓથી પાછળ રહે છે. આ અંતરને દૂર કરવાની મહત્વપૂર્ણ જરૂરિયાતને ઓળખીને, એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને…

રિલાયન્સ ટ્રેન્ડ્સના નવા સમર-ઓકેઝન વેર કલેક્શનનું સુપરસ્ટાર મહેશબાબુ અને સિતારા સાથે અનાવરણ

·         ‘ન્યૂ ટાઈમ્સ, ન્યૂ ટ્રેન્ડ્સ‘ કેમ્પેઈન આ બ્રાન્ડ માટે તરોતાજા લૂક, ફીલ એન્ડ એટિટ્યૂડને પરાવર્તિત કરે છે ·         આ કેમ્પેઈનમાં કૂલ કેઝ્યુઅલ્સ , વાઉ વેસ્ટર્ન્સ અને પાર્ટી એથનિક્સ સહિત રોમાંચકારી નવા કલેક્શન્સને પ્રદર્શિત કરાય છે બેંગાલુરુ ભારતનું અગ્રણી ફેશન ડેસ્ટિનેશન તરીકે પ્રચલિત, રિલાયન્સ ટ્રેન્ડ્સ પોતાના નવા સમર-ઓકેઝન વેર કલેક્શન અને સુપરસ્ટાર મહેશબાબુ તેમજ તેમની પુત્રી સિતારાને દર્શાવતા તદ્દન નવા કેમ્પેઈનને લોન્ચ કરતા રોમાંચ…

શહેરોને સંકલિત જોડાણથી સાથે લાવી મજબૂત અર્થતંત્ર માટેનો પ્રયાસઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોર

ભવિષ્ય માટે અમદાવાદના આધાર-માળખાને મજબૂત બનાવશે અમદાવાદ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ અને સમગ્ર કૉરિડોરના આર્થિક દ્રશ્યપટને પરિવર્તિત કરી રહ્યો છે, મુખ્ય શહેરોને એકસાથે જોડીને એક એકતાશીલ આર્થિક શક્તિ તરીકે વિકસાવી રહ્યો છે. આ હાઈ-સ્પીડ રેલ પહેલ માત્ર ઝડપી મુસાફરી વિશે જ નથી—એ વિકાસ, રોકાણ અને પ્રાદેશિક વિકાસ માટે પણ એક પ્રેરક બળ છે. આ…