ડીપી વર્લ્ડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇનોવેટિવ રેલ સોલ્યુશન્સ માટે ભાગીદારી કરી

Spread the love

દુબઈ, યુએઈ

ડીપી વર્લ્ડ અને ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ માટે નવીનતમ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ લોન્ચ કરવા, રોડથી રેલ સુધીના પ્રોડક્ટ ટ્રાન્સપોર્ટને ખસેડવા, કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે ભાગીદારી કરી છે.

નવા સોલ્યુશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગુજરાતમાં જામનગર પ્લાન્ટથી અમદાવાદમાં ડીપી વર્લ્ડના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (આઈસીડી) સુધી અને પછી ત્યાંથી મુંદ્રા પોર્ટ સુધી જોડે છે. અગાઉ મુંદ્રા-જામનગર-મુંદ્રા રાઉન્ડ ટ્રિપમાં દરેક કન્ટેનર માટે લગભગ 700 કિલોમીટરનું માર્ગ પરિવહન થતું હતું. નવા સોલ્યુશન સાથે અમદાવાદ-જામનગર-મુંદ્રા રૂટ જે લગભગ 700 કિલોમીટરનો છે તેને રેલવેમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. આ પરિવર્તનથી લાંબા અંતરના માર્ગ પરિવહન સાથે જોડાયેલા પર્યાવરણીય અને ઓપરેશનલ પડકારો દૂર થયા છે અને એટલું જ કવરેજ જળવાયું છે.

ઇન્ટિગ્રેટેડ રેલ સર્વિસથી એક જ ફેરામાં 1,260 ટન સુધીના કાર્ગોનું પરિવહન અને 45 કન્ટેનર સુધીનું કન્સોલિડેશન સક્ષમ બને છે જે લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરે છે અને એકથી વધુ ટ્રેલર્સ અને ડ્રાઇવર્સની જરૂરિયાત ઘટાડે છે. આનાથી ન કેવળ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટે છે પરંતુ સમયસર નિકાસ માટે સરળ વેસલ કનેક્ટિવિટી પણ સુનિશ્ચિત થાય છે. કન્ટેનર દીઠ 700થી વધુ કિલોમીટરના માર્ગ પરિવહન ઘટાડીને રેલ સોલ્યુશન નોંધપાત્ર રીતે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે અને રિલાયન્સના પર્યાવરણીય લક્ષ્યાંકોમાં યોગદાન આપે છે.

ડીપી વર્લ્ડ મરિન સર્વિસીઝના ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર ગણેશ રાજે જણાવ્યું હતું કે આ સર્વિસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કંપનીઓ માટે જટિલ લોજિસ્ટિક્સ પડકારોને ઉકેલવા માટે ડીપી વર્લ્ડની ક્ષમતાઓનું ઉદાહરણ આપે છે. અમારા મલ્ટીમોડલ એસેટ્સ અને નિપુણતાનો લાભ લઇને અમે માર્ગ પરિવહનનો વિશિષ્ટ અને કિફાયતી વિકલ્પ આપ્યો છે જે સપ્લાય ચેઇનની વિશ્વસનીયતા વધારે છે, કામગીરીને સુવ્યવસ્થિત કરે છે અને પર્યાવરણીય અસરને ઘટાડે છે. આ નવીનતમ અભિગમ ન કેવળ રિલાયન્સની ટકાઉપણા પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે પરંતુ વધુ સારી કાર્યક્ષમતા, સરળ સહયોગ અને સમયસર નિકાસો સુનિશ્ચિત કરે છે જે વધતી ઓપરેશનલ માંગને ટેકો આપે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ – પેટકેમના એસડીએમ ઓપરેશન્સના હેડ રવિકુમાર નાયરે જણાવ્યું હતું કે, ડીપી વર્લ્ડના નવીન અભિગમે અમને એક લોજિસ્ટિક્સ સોલ્યુશન પૂરું પાડ્યું છે જે અમારા ટકાઉપણા ઉદ્દેશોને આગળ ધપાવીને મહત્વની ઓપરેશનલ જરૂરિયાતો પૂરી કરે છે. રોડથી રેલ તરફના પરિવર્તનથી અમારી કામગીરી સુવ્યવસ્થિત થઈ છે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે, 45રોડ ટ્રેલર મૂવમેન્ટને દૂર કરીને રોડ એક્સપોઝર ઘટાડવામાં આવ્યું છે અને જવાબદાર તથા કાર્યક્ષમ સપ્લાય ચેઇન પ્રેક્ટિસીસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવાઈ છે.

ડીપી વર્લ્ડ સબકોન્ટિનેન્ટના રેલ અને ઇનલેન્ડ ટર્મિનલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અધેન્દ્રુ જૈને ઉમેર્યું હતું કે અમે ગ્રાહકોને એવા ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ જે સપ્લાય ચેઇનને સ્થિતિસ્થાપક અને ટકાઉ બનાવે. નવી ફ્લેગ્ડ કોસ્ટલ-રેલ ઇન્ટિગ્રેટેડ સર્વિસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કાર્યક્ષમતા જરૂરિયાતોને પૂર્ણ કરે છે,ઉપરાંત ટકાઉ કાર્ગો મૂવમેન્ટ પણ સુનિશ્ચિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ મલ્ટીમોડલ સોલ્યુશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે નોંધપાત્ર મૂલ્ય વધારશે અને વધુને વધુ વ્યવસાયોને તેમની સપ્લાય ચેઇનને ચપળ, વિશ્વસનીય અને ટકાઉ બનાવવા માટે મલ્ટીમોડલ અભિગમ અપનાવવા પ્રેરણા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *