શ્રીલંકાના નામે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ હારનો રેકોર્ડ

Spread the love

આ મામલે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમ બરાબરી પર છે

લખનઉ

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023ની 14મી મેચ રમાઈ હતી. લખનઉના એકાના સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું હતું. આ હાર સાથે જ શ્રીલંકાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. શ્રીલંકાની ટીમના નામે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ હારનો રેકોર્ડ નોંધાયો છે. આ મામલે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમ બરાબરી પર છે.

ઝિમ્બાબ્વેની ટીમ વન-ડે વર્લ્ડ કપમાં  સૌથી વધુ મેચ હારી છે. હવે શ્રીલંકાએ પણ તેની બરાબરી કરી લીધી છે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમ વન-ડે વર્લ્ડ કપમાં 42-42 મેચ હારી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજા સ્થાને છે. તે 35 મેચ હારી ચૂકી છે. ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે. ઈંગ્લેન્ડની ટીમને 34 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે ગઈકાલે રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 43.3 ઓવરમાં 209 રન પર સમેટાઈ ગઈ હતી. શ્રીલંકાની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી. નિશંકાએ 61 રન જયારે પરેરાએ 78 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરી ઓસ્ટ્રેલિયાની ટીમે 35.2 ઓવરમાં જીત મેળવી હતી. મિચેલ માર્શે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 52 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *