ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર મેઈન્ટેનન્સના કામ માટે એરપોર્ટને હંગામી ધોરણે બંધ બંધ કરાયું
મુંબઈ
મુંબઈની મુસાફરી કરનારા યાત્રીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ)6 કલાક સુધી બંધ રહેવાનું છે. જેનું મુખ્ય કારણ છે કે ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર મેઈન્ટેનન્સના કામ માટે એરપોર્ટને હંગામી ધોરણે બંધ આજે બંધ કરાશે. આજે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી કામ ચાલુ રહેશે.
આ અંગે વધુ માહિતી આપતા એરપોર્ટના પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું હતું કે, સીએસએમઆઈએના ચોમાસા પછીના રનવે મેન્ટેનન્સ પ્લાનના ભાગરૂપે, બંને રનવે આરડબલ્યુવાય 09/27 અને આરડબલ્યુવાય 14/32ને આજે અસ્થાયી રૂપે બિન-ઓપરેશનલ કરી દેવાશે. આ સુનિશ્ચિત કામચલાઉ બંધએ સીએસએમઆઈએની વાર્ષિક ચોમાસા પછીની જાળવણી યોજનાનો એક ભાગ છે. આ સંદર્ભે, છ મહિના પહેલા એરમેનને એક નોટિસ પણ જારી કરી હતી.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો હેતુ રનવેનું સમારકામ અને જાળવણી કરવાનો છે. તેમને જણાવ્યું કે, એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉચ્ચતમ ગુણવતા જાળવા આ પગલું ભરવું અનિવાર્ય છે. સીએસએમઆઈએ અનુસાર, દર વર્ષે ચોમાસાની સિઝન પછી રનવે મેઇન્ટેનન્સ માટે બંધ કરી દેવામાં આવે છે.