જુડ બેલિંગહામ, LALIGA EA સ્પોર્ટ્સમાં ઓગસ્ટનો શ્રેષ્ઠ ખેલાડી

બ્રિટિશ ફૂટબોલર, જેણે તેના ગોલ અને રીઅલ મેડ્રિડની પ્રભાવશાળી શરૂઆતમાં એકંદરે યોગદાન આપ્યું હતું તે સિઝનની પ્રથમ ટ્રોફી જીતે છે. જુડ બેલિંગહામને ઓગસ્ટના LALIGA EA સ્પોર્ટ્સ શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં તેની પ્રથમ ઝુંબેશ શું છે, બ્રિટિશ ફૂટબોલર ફ્લાયર પર ઉતરી ગયો છે, જેણે રિયલ મેડ્રિડને તેની સિઝનની શરૂઆત કરવામાં સતત ત્રણ…

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મોવડીઓ અને સ્થાનિક સરકારી અધિકારીઓએ ભારતમાં એમ્નીલ મેન્યુફેક્ચરિંગ સાઈટની મુલાકાત લીધી

મુંબઈ, : એમ્નીલ ફાર્માસ્યુટિકલ્સ, ઈન્ક. (NYSE: AMRX) (“એમ્નીલ” અથવા “કંપની”) દ્વારા આજે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (એચએચએસ) અને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના વરિષ્ઠ સભ્યોના મોવડીઓ સાથે સ્થાનિક સરકારી અધિકારીઓએ તાજેતરમાં ભારતના મોતોડા ખાતે કંપનીના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત 18 અને 19 ઓગસ્ટના રોજ ભારતમાં ગાંધીનગર ખાતે જી20…

ટ્વીટર યુઝર્સને વીડિયો-ઓડિયો કોલની સુવિધા મળશે

આ ફીચર આઈઓએસ, એન્ડ્રોઈડ, મેકબુક અને પીસીમાં પણ કામ કરશે, યુઝર્સને ફોન નંબરની પણ જરૂર નહીં પડે વોશિંગ્ટનએક્સ(ટ્વિટર)ને ખરીદ્યું ત્યારથી અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સતત ફેરફારો કરી રહ્યા છે. પહેલા તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આજે તેણે એક્સ(ટ્વિટર) પર પોસ્ટ મુકીને મોટા ફેરફારની જાહેરાત કરી છે. ઈલોન મસ્ક થોડા…

સચિન તેંડૂલકરના ધરની બહાર વિરોધ પ્રદર્શન કરાયું

મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય બચ્ચુ કડુ અને તેમના સમર્થકો દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યું મુંબઈક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય દિગ્ગજ પૂર્વ ક્રિકેટ સચિન તેંડુલકર ઓનલાઈન ગેમિંગને પ્રમોટ કરવા બદલ નિશાના પર આવ્યા છે. આજે મુંબઈમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય બચ્ચુ કડુ અને તેમના સમર્થકો દ્વારા આ પ્રદર્શન…

ઈઝરાયેલના ખેલાડી સાથે હાથ મિલાવનારા વેઈટ લિફટ્ર પર ઈરાને પ્રતિબંધ મૂક્યો

પોલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ઈરાનના વેઈટ લિફ્ટર મુસ્તફા રાજાઈએ પોડિયમ પર ઉભેલા ઈઝરાયેલના ખેલાડી મક્સિમ સ્વેર્સ્કી સાથે હાથ મિલાવતા આજીવન પ્રતિબંધ તહેરાનઈઝરાયેલ પ્રત્યે ઈરાનને કેટલી નફરત છે તેનુ એક ઉદાહરણ સામે આવ્યુ છે અને તેના કારણે રમત જગત ચોંકી ઉઠ્યુ છે.મળતી વિગતો પ્રમાણે પોલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ઈરાનના વેઈટ લિફ્ટર મુસ્તફા રાજાઈએ પોડિયમ…

સુપ્રીમની વેબસાઈટ પર કોઈ જ વ્યક્તગત-ગોપનીય માહિતી શેર ન કરવા સલાહ

સત્તાવાર વેબસાઇટની નકલ કરીને નકલી વેબસાઇટ બનાવવામાં આવી છે અને તેને હોસ્ટ કરવામાં આવી છે, હુમલાખોરો યુઆરએલ દ્વારા અંગત વિગતો અને ગોપનીય માહિતી માગી રહ્યા છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે એક પરિપત્ર જારી કરીને કહ્યું હતું કે, તેની રજિસ્ટ્રીને તેની વેબસાઇટ પર ફિશિંગ હુમલા વિશે…

પાક.માં વીજળીનાં તોતિંગ બીલ જોઈ બેની આત્મહત્યા

ખૈબર પખ્તૂનખાનામાં તો વીજ બિલ જોઈને એક વ્યક્તિનુ મગજ ફાટ્યું હતું અને તે એકે 47 લઈને અગાસી પર ચઢી ગયો તથા વીજ કંપનીની ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં મોંઘવારીએ લીધેલા વિકરાળ સ્વરૂપ વચ્ચે વીજળીના વધી ગયેલા રેટના કારણે હાહાકાર મચી ગયો છે. વધેલુ વીજ બિલ જોઈને પાકિસ્તાનમાં અત્યાર સુધી બે લોકોએ આત્મહત્યા કરી…

જહોનિસબર્ગમાં બહુમાળી ઈમારતમાં આગથી 60થી વધુનાં મોત

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જહોનિસબર્ગદક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ભીષણ આગની ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભીષણ…

જમ્મુ-કાશ્મીરમાં ટૂંકમાં ચૂંટણી, આતંકની ઘટનામાં 45 ટકાનો ઘટાડો

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું, ઘૂસણખોરીમાં પણ ઘટાડો થયો છે, સુરક્ષા દળોને થતા નુકસાનમાં 60 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હીજમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે….

વર્ષની અંદર ડેન્ગ્યુની રસી લોન્ચ કરાશેઃ સાયરસ પૂનાવાલા

આ નવી રસીની આફ્રિકન દેશો અને ભારતમાં ખૂબ જ જરૂર છે, કારણ કે દર વર્ષે લાખો લોકો આ રોગથી પીડિત થઈ રહ્યા છે નવી દિલ્હીવિશ્વની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટે ડેન્ગ્યુને લઈને મોટા સમાચાર આપ્યા છે. કંપનીના ચેરમેન સાયરસ પૂનાવાલાએ જાહેરાત કરી હતી કે કંપની એક વર્ષની અંદર ડેન્ગ્યુની રસી લોન્ચ કરશે. પૂનાવાલાએ…

જી20 માટે મૂકાયેલા ફૂલનાં કુંડાની ચોરી, પોસ્ટર્સ ફાટ્યા

સીસીટીવી કેમેરામાં કાર પર આ ફૂલના કુંડાઓ મૂક્યાનું જોવામાં આવ્યું નવી દિલ્હીનવી દિલ્હીમાં જી20 સમિટ માટેની તૈયારીઓ ચાલી રહી છે. તમામ મુખ્ય રસ્તાઓ પર ડેકોરેશન માટે રાખવામાં આવેલા ફૂલ કુંડાની ચોરી થઈ રહી છે. રાત્રીના સમયમાં આ સણગારેલા કુંડાઓ ગાયબ થઈ રહ્યા છે. આ સિવાય સ્માર્ટ ટોયલેટ બ્લોકની બહાર સ્થાપિત જી20ના બેનરો-પોસ્ટરો પણ બ્લેડથી ફાડી…

વન-ડેમાં સૌથી ઝડપી 19 સદી ફટકારવાનો બાબર આઝમનો રેકોર્ડ

બાબર એશિયા કપમાં વનડે ફોર્મેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર પાકિસ્તાની બેટ્સમેન પણ બની ગયો કરાંચીએશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા, નેપાળ સામેની ઐતિહાસિક જીત દરમિયાન બાબરે 131 બોલમાં 151 રન બનાવ્યા હતા, તેની ઈનિંગમાં તેણે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બાબરની વનડેમાં આ 19મી સદી હતી. આ…

ડ્રાઈવરે તેની રિક્ષાને આકર્ષક મિની-ગાર્ડનમાં બદલી નાખી

ઉપયોગિતાવાદી વાહનને મોબાઈલ ઓએસિસમાં પરિવર્તિત કરવામાં ડ્રાઈવરની સર્જનાત્મકતા દર્શાવે છે ચેન્નાઈસોશ્યલ મીડિયા પર ઘણી વખત નવી અને ક્રિએટીવ વસ્તુઓ જોવા મળતી હોય છે. જે ક્યારેક લોકોને કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે. એક ઓટો ડ્રાઈવરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ડ્રાઈવરે ઓટો-રિક્ષાના ઈન્ટિરિયરને એક…

બરેલીની મિશનરી શાળામાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નખાઈ

મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્કૂલ મેનેજમેન્ટથી માફી મંગાવવામાં આવી બરેલીઉત્તર પ્રદેશના બરેલીની એક મિશનરી સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓ અને હિન્દુ સંગઠનોએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. હિંદુ સંગઠનોએ સ્કૂલ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.મળેલા અહેવાલો અનુસાર મામલો બરેલીના અમલા…

કિરણ પટેલને આજીવન કેદ થાય એવી 467મી કલમ તપાસ એજન્સીએ દૂર કરી

ધારા 467 હેઠળના ગુનાને દૂર કર્યા બાદ આરોપી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બાકીના ગુનામાં માત્ર 7 વર્ષની સુધીની સજાની જોગવાઈ છે શ્રીનગરશ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મહાઠગ કિરણ પટેલની જામીન આપતા નોંધ્યું હતું કે ચાર્જશીટના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે આઈપીસી ધારા 467 હેઠળના ગુનો કે જેમાં આજીવન કેદની સજા છે તેને તપાસ એંજન્સી દ્વારા…

નેપાળ સામેની મેચમાં પાક. બોલર શાહિન આફ્રિદીને ઈજા થઈ

નેપાળ સામે રમાયેલી મેચમાં શાહીને 5 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 27 રન આપીને 2 વિકેટ લીધા બાદ ઈજાને લીધે બહાર ચાલ્યો ગયો હતો કરાંચીએશિયા કપ 2023ની શરૂઆત ગઈકાલે થઇ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાને જીત મેળવી હતી પરંતુ 2 સપ્ટેમ્બરે ભારત સામે રમાનાર મોટી મેચ પહેલા પાકિસ્તાન…

અદાણીના શેરમાં ચીન-સાઉદીના નાગરિકે ગેરરીતિ કર્યાનો આરોપ

તપાસમાં ઓછામાં ઓછા બે કેસ પકડાયા હતા જ્યાં અનામી રોકાણકારોએ ઓફશ્યોર સ્ટ્રક્ચરના માધ્યમથી અદાણી ગ્રૂપના સ્ટોકને ખરીદયા અને વેચ્યા હતા નવી દિલ્હીહિંડેનબર્ગ બાદ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) નામની એક ગ્લોબલ સંસ્થાએ ગૌતમ અદાણીના ગ્રૂપ પર ગોટાળા કરવાનો મોટો આરોપ મૂક્યો છે. ઓસીસીઆરપીના રિપોર્ટ અનુસાર પ્રમોટર પરિવારના બિઝનેસ પાર્ટનર્સે મોરેશિયસ સ્થિત ‘બેનામી’…

સેન્સેક્સમાં 256 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

અદાણી ગ્રૂપ પર ઓસીસીઆરપીના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જોવા મળી મુંબઈઓગસ્ટ સિરીઝ એક્સપાયરી પર માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી. 3 દિવસની તેજી પછી બજાર ઘટાડા પર બંધ થયું. મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ વધીને બંધ થયા હતા જ્યારે પીએસઈ, એનર્જી, મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી રહી હતી ત્યારે બેન્કિંગ,…

ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાનો આત્મહત્યાનો પ્રયાસ

રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ કરતા નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ હિસારહરિયાણાના હિસારમાં રહેતી ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ…