યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મોવડીઓ અને સ્થાનિક સરકારી અધિકારીઓએ ભારતમાં એમ્નીલ મેન્યુફેક્ચરિંગ સાઈટની મુલાકાત લીધી

Spread the love
  • યુ.એસ. સરકારના વરિષ્ઠ સભ્યોએ એમ્નીલની 12 મેન્યુફેક્ચરિંગ સાઈટ્સમાંથી એકની મુલાકાત લીધી

મુંબઈ,

: એમ્નીલ ફાર્માસ્યુટિકલ્સ, ઈન્ક. (NYSE: AMRX) (“એમ્નીલ” અથવા “કંપની”) દ્વારા આજે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (એચએચએસ) અને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના વરિષ્ઠ સભ્યોના મોવડીઓ સાથે સ્થાનિક સરકારી અધિકારીઓએ તાજેતરમાં ભારતના મોતોડા ખાતે કંપનીના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત 18 અને 19 ઓગસ્ટના રોજ ભારતમાં ગાંધીનગર ખાતે જી20 હેલ્થ મિનિસ્ટર્સ મિટિંગ પછી લેવાઈ હતી, જ્યાં દુનિયાભરના આરોગ્ય મંત્રીઓ વૈશ્વિક આરોગ્યની સમસ્યાઓ પર ચર્ચાવિચારણા કરવા માટે એકત્ર આવ્યા હતા.

મોવડીઓમાં યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એચએચએસ ખાતે વૈશ્વિક અગ્રતાઓ અને નીતિઓ સ્થાપિત કરવા માટે આગેવાન, વૈશ્વિક બાબતો માટે આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રીમતી લોયસ પેસ, ભારત માટેના યુ.એસ. એચએચએસ હેલ્થ એટેચી શ્રીમતી જીનિસા જ્યોર્જી, યુ.એસ. એફડીએ માટે ઈન્ડિયા કન્ટ્રી ડાયરેક્ટર ડો. સારાહ મેકમુલેન અને ભારતના ગુજરાતમાં ઈન્ડિયા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એજન્સી (એફડીસીએ) માટે કમિશનર ડો. એચ જી કોશિયાનો સમાવેશ થતો હતો. એમ્નીલ સાઈટની મુલાકાત કંપનીની આધુનિક ઓટોમેશન અને કોમ્પ્લેક્સ મેડિસીન ક્ષમતાઓ, ફાર્માસ્યુટિકલ ઉત્પાદની સામાન્ય ગૂંચ અને સુરક્ષિત અને અસરકારક ઔષધિઓની ઉપલબ્ધતાની ખાતરી રાખતી ટેકનોલોજીઓમાં રોકાણના મહત્ત્વને દર્શાવે છે. માતોડામાં એમ્નીલ સાઈટ કંપનીનાં 12 ફાર્માસ્યુટિકલ ઉત્પાદન એકમમાંથી એક છે.

“એમ્નીલ કિફાયતી, મહત્ત્વપૂર્ણ ઔષધિઓને પહોંચ આપવા પર કેન્દ્રિત વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની છે. અમારા વિશાળ અને ડાઈવર્સિફાઈડ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અમે દર્દીઓની જરૂરતોને પહોંચી વળવા માટે મુખ્ય થેરપીઓ પૂરી પાડીએ છીએ. અમને દુનિયાભરમાં સુરક્ષિત અને અસરકારક ફાર્માસ્યુટિકલ્સ પ્રદાન કરવામાં અમારી ભૂમિકાનું આદાનપ્રદાન કરવા માટે આ મહત્ત્વપૂર્ણ મુલાકાતમાં ભાગ લેવાનું ગૌરવજનક લાગ્યું છે. અમે દવાઓની અછત સહિત દર્દીઓને સેવા આપવાની યુ.એસ. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની ક્ષમતાઓ પર પ્રભાવ પાડતા મુખ્ય મુદ્દાઓ પર સહભાગી થવાનું ચાલુ રાખવા ઉત્સુક છીએ,” એમ કો- ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ ચિરાગ અને ચિંટુ પટેલે જણાવ્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *