કલાકારો દ્વારા ભવ્ય ભૂતકાળનું સ્મરણ કરી કળાના માધ્યમથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ
નવજીવન ટ્રસ્ટ ખાતે 31 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી સરદાર પરની કલાકૃતીઓનું પ્રદર્શન રેઝોનન્સ –સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય યોજાશે અમદાવાદ સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવાઈ રહી છે.સરદારની વિદાયના સાત દાયકા બાદ પણ તેમના કાર્યોની હજી પણ ગર્વભેર નોંધ લેવાય છે. જોકે, દેશના આ લોખંડી પુરૂષ અંગે નવી પેઢી માત્ર પુસ્તકો અને કહેલી-સાંભળેલી વાતોથી જ અવગત છે. એવામાં કલાની આંખોથી કેટલાક કલાકારો દ્વારા નવજીવન ટ્રસ્ટના મકાનના સ્થાપના…
