અમદાવાદ
રોજ ભોજનમાં ઉપયોગમાં લેવાતા ઘઉં, ચોખા અને મકાઈ સહિતના અનાજ અને વસ્તુઓથી હટીને દેશની પરંપરાગત વાનગીઓની ખાસ હરિફાઈનું સૃષ્ટી સંસ્થાના પરિસરમાં આયોજન કરાયું હતું. આ હરિફાઈમાં 70 સ્પર્ધકોએ મિલેટ અને અપ્રચલિત ભાજીઓના ઉપયોગ સાથેના વિશેષ ફૂડ ફોર્મ્યુલેશન દ્વારા વિવિધ વાનગીઓ રજૂ કરી હતી.
મેંદો, પનીર, ચીઝ, સોડા તથા ફૂડ કલર જેવા પદાર્થોના ઉપયોગ વગર બનાવાયેલી વાનગીઓમાં બાજરીનો ઉપમા, પાલકનો હલવો, મલાઈ મહેસુબ, સાંગરીનું શાક, અધેડાની ખીર, કોલાના લાડુ, આપા માર્ગની ખીર, કોળાની ચટપટી, શક્કરિયાના ઘાઘરા, પિઠોરીની ખીર, ડોડીની કઢી, મહુડાના લાડુ, ખજૂર રબડી-માલપુવા, બાજરીના સરમળા, કડથીની પુરણપોળી, લુણીની ભાજીના મુઠીયા, રાગીના બાફલા, રાગી-ગાજર મફિન્સ, ઓટ્સ પોરિજ, કાંગની ચીકી, સુવાની ભાજીનું ઊંધિયું, બાજરીનું હલવાસન, રાગી-જુવારની સ્ટીમ કેક, ગરમાળાનો ગુલકંદ, કીનવાના ચિલ્લા, ઉમરાની કઢી, સોપારી પાક, ઝવરું, રાજસ્થાની ઘાટ-પીણું, બાજરી પનયારમ, લીલી ચણાનું સૂપ જેવી વાનગીઓ રજૂ કરાઈ હતી.






