દૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડની ઘટનાઓનો આંક બે વર્ષમાં 552થી ઉછળીને 7,109 પર પહોંચી ગયો
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને લેખિત જવાબમાં રાજ્યકક્ષાના મત્સ્ય, પશુ સંવર્ધન અને ડેરીઉદ્યોગ મંત્રીએ આપેલી માહિતી નવી દિલ્હી દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ 2021-22માં દૂધ અને દૂધની પેદાશોના…
