ગુજરાતની વૈદેહી આઈટીએફ ટેનિસ સિંગલ્સની સેમિફાઈનલમાં, ડબલ્સમાં અંકિતા અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં
ACTF ખાતે આજે ૧૧:૩૦ વાગ્યે ડબલ્સનો ફાઇનલ મુકાબલો રમાશે અમદાવાદ એસટીએફ ખાતે રમાતી વિમેન્સ આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને વિદેશી ખેલાડીઓની આગેકૂચ વચ્ચે ગુજરાતની તથા ભારતની ૧૩મી ક્રમાંકિત વૈદેહી ચૌધરીએ ટાઇટલ માટેની આશા જીવંત રાખી છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં કોરિયાની ૧૨મી ક્રમાંકિત સોહયુન પાર્કે એક્ટરિના રેનેગોલ્ડને ૬-૪, ૬-૨થી, આઠમી ક્રમાંકિત મારિયા…
