સ્પોન્સર્સ આગળ આવે તો રાજ્યમાં વધુને વધુ આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ યોજી શકાયઃ ચિંતન પરીખ

Spread the love

25 ફેબ્રુઆરીથી અમદાવાદમાં આઈટીએફ વુમન્સ50  40,000 ડૉલર ઈનામી રકમની ટેનિસ ટુર્નામેન્ટ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રાયોજિત સ્પર્ધા અમદાવાદ સિટિ ટેનિસ ફાઉન્ડેશન કોર્ટસ ખાતે રમાશે, પહેલી માર્ચે ડબલ્સ, બીજી માર્ચે સિંગલ્સની ફાઈનલ મેચ

અમદાવાદ

ગુજરાત તાજેતરમાં ટેનિસના નવા હબ તરીકે ઝડપથી ઊભરી રહ્યું છે ત્યારે જો ખાનગી સ્પોન્સર્સ આગળ આવે તો રાજ્યમાં વધુને વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થઈ શકે કે જેનો લાભ ટેનિસના પ્રતિભાશાળી ખેલાડીઓ અને રમતને થઈ શકે એમ છે, એમ જીએસટીએના પ્રમુખ અને એઆઈટીએના ઉપપ્રમુખ ચિંતન પરીખે કહ્યું હતું. પરીખે અમદાવાદના સિટી ટેનિસ ફાઉન્ડેશન કોર્ટ્સ પર આગામી 23 ફેબ્રુઆરીથી બે માર્ચ દરમિયાન યોજાનારી આઈટીએફ ડબલ્યુ50 મહિલા ટેનિસ ટૂર્નામેન્ટના આયોજન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું.

સ્પર્ધા પાછળ કુલ 65 લાખનો ખર્ચ થશે

નવ હાર્ડ સિન્થેટિક કોર્ટ પર રમાનારી 40 હજાર ડૉલરની ઈનામી રકમ ધરાવતી આ સ્પર્ધામાં વિશ્વભરની 80 જેટલી ખેલાડીઓ ભાગ લેશે. 23-24 ફેબ્રુઆરીએ ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ 25 તારીખથી મુખ્ય ડ્રોની મેચો શરૂ થશે અને પહેલી માર્ચે ડબલ્સ તથા બીજી માર્ચે સિંગલ્સની ફાઈનલ મેચ રમાશે. રોજ સવારે નવ વાગ્યા થી સાંજે પાં વાગ્યા સુધી મેચો રમાશે. સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પર્ધાને સ્પોન્સર કરાઈ છે. કુલ 65 લાખના ખર્ચે યોજાનારી સ્પર્ધા રાજ્યના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.  

ડોપિંગ ટેસ્ટ માટે હંમેશા તૈયાર રહેવું પડે છેઃ અંકિતા રૈના

દેશની નંબર એક મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ તાજેતરમાં કેટલાક ખેલાડીઓના ડોપિંગ મુદ્દે સસ્પેન્શન અંગ કંઈજ કહેવાનો ઈનકાર કરતા સ્પષ્ટપણ જણાવ્યું હતું કે દરેક ખેલાડીએ ડોપિંગ ટેસ્ટ માટે તૈયાર રહેવું પડે છે. તેણે આ સ્પર્ધામાં ટાઈટલ જીતવાની આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે વધુને વધુ સ્પર્ધા કરવાનો લાભ મળે છે.  

ગુજરાતની નવ ખેલાડીઓ સ્પર્ધામાં રમશે

સ્પર્ધામાં કુલ છ વાઇલ્ડકાર્ડ (ત્રણ ક્વોલિફાઇંગ ડ્રો માટે અને ત્રણ મુખ્ય ડ્રો માટે) ફાળવવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવાની તક મળશે. ગુજરાતની કુલ નવ મહિલા ખેલાડીઓ સીધી એન્ટ્રી અથવા વાઇલ્ડકાર્ડ દ્વારા સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતની ટોચની ખેલાડીઓ અંકિતા રૈના, વૈદેહી ચૌધરી અને ઝીલ દેસાઈએ સીધી મુખ્ય ડ્રોમાં એન્ટ્રી મેળવી છે. ગુજરાતની વાઇલ્ડકાર્ડ એન્ટ્રી મેળવનારી ખેલાડીઓમાં, મુખ્ય ડ્રોમાં  સૌમ્ય વિગ (વડોદરા), પ્રિયાંશી ભંડારી (અમદાવાદ), વિધિ જાની (અમદાવાદ) જ્યારે ક્વોલિફાઇંગ ડ્રોમાં વાઇલ્ડકાર્ડ મેળવનારી ખેલાડીઓમાં શૈલી ઠક્કર (અમદાવાદ), દિવ્યા ભારદ્વાજ (ગાંધીનગર), માહી ત્રિવેદી (આનંદ)નો સમાવેશ થાય છે.

વિશ્વભરમાં સ્પર્ધાનું લાઈવ સ્ટ્રીમિંગ

જીએસટીએના ઉપપ્રમુખ અને એસીટીએફના સચિવ ભરત ચોક્સીએ સ્પર્ધાની તમામ મેચોનું વિશ્વભરમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે ઉપરાંત સ્પર્ધાના સ્થળે પણ પ્રેક્ષકોના બેસવા માટેની વ્વસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જીએસટીએના સચિવ શ્રીમલ ભટ્ટે ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરૂં પાડનારી આ સ્પર્ધા અંગે કહ્યું કે સ્પર્ધામાં  ઓસ્ટ્રેલિયા, રશિયા, ફ્રાન્સ, સ્પેન, યુએસએ, બેલ્જિયમ, લાતવિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, જર્મની, જાપાન, ઉઝબેકિસ્તાન, ઇટાલી અને ભારત સહિત 15 થી વધુ દેશોની લગભગ 80 ટોચની મહિલા ટેનિસ ખેલાડીઓ ભાગ લેશે. ટોચન ક્રમાંકિત ખેલાડીઓમાં ઓસ્ટ્રેંલિયાની એરિના રેડિયોનોવા (198 વર્લ્ડ રેન્કિંગ),સ્પેનની  કાર્લોટા માર્ટિનેઝ સિરેઝ (233 વર્લ્ડ રેન્કિંગ), એકટેરીના માકારોવા-રશિયા (240 વર્લ્ડ રેન્કિંગ,હારુકા કાજી -જાપાન (257 વર્લ્ડ રેન્કિંગ) ઉપરાંત  અમાન્ડીન હેસી (ફ્રાન્સ) – વર્તમાન રેન્ક 280,  ભૂતપૂર્વ વર્લ્ડ રેન્ક 150, અંકિતા રૈના (ભારત રેન્ક 1) – ડબલ્યુટીએ રેન્ક 297, સહજા યમલાપલ્લી (ભારત રેન્ક 2) – ડબલ્યુટીએ રેન્ક 291, રશ્મિકા શ્રીવલ્લી ભામિદિપતિ (ભારત રેન્ક 3) – ડબલ્યુટીએ રેન્ક 325, વૈદેહી ચૌધરી (ભારત રેન્ક 4, ગુજરાત) – ડબલ્યુટીએ રેન્ક 400, વૈષ્ણવી અડકર (ભારત રેન્ક 7) – ડબલ્યુટીએ રેન્ક 617, ઝીલ દેસાઈ (ભારત રેન્ક 9, ગુજરાત) – ડબલ્યુટીએ રેન્ક 667 જેવી ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે.

રેન્કિંગ અને પોઈન્ટ ફાળવણી:

આ ટુર્નામેન્ટ ખેલાડીઓને મૂલ્યવાન વિશ્વ રેન્કિંગ પોઈન્ટ મેળવવાની તક પૂરી પાડે છે, જે તેમને ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લેવાની નજીક લઈ જાય છે. પોઈન્ટ અને ઈનામી રકમનું વિતરણ નીચે મુજબ છે:

પોઝિશન, ડબલ્યુટીએ સિંગલ્સ પોઈન્ટ, ડબલ્યુટીએ ડબલ્સ પોઈન્ટ, સિંગલ્સ માટેની ઈનામી રકમ (ડૉલરમાં)

વિજેતાને 50 પાઈન્ટ 50 પોઈન્ટ 4903 ડૉલર

રનર્સ-અપને 33 પોઈન્ટ, 33 પોઈન્ટ, 2591.67 ડૉલર

સેમિફાઇનલિસ્ટ 20 પોઈન્ટ, 20 પોઈન્ટ, 1538.52 ડૉલર

ક્વાર્ટરફાઇનલિસ્ટ 11 પોઈન્ટ, 11 પોઈન્ટ, 951.51 ડૉલર

રાઉન્ડ 16માં પહોંચનારને 6 પોઈન્ટ,1 પોઈન્ટ,  623.64 ડૉલર

રાઉન્ડ 32માં પહોંચનારને ૩ પોઈન્ટ, 0 પોઈન્ટ, 370.58 ડૉલરનો પુરસ્કાર મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *