છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના કુલ 14 કરોડ લોકોને પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો

ગુજરાતને ત્રણ વર્ષમાં રૂ. 1329 કરોડ ફૂડ સબસિડી પેટે મળ્યા નવી દિલ્હી કેન્દ્ર સરકારની મહત્વની એવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને…

ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ, 4 રમત-સ્પર્ધાઓમાં 27 રાજ્યોના 572 રમતવીરો ભાગ લેશે

અમદાવાદ ગુજરાતમાં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ યોજાવાની છે. 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25ની ચાર સ્પર્ધાઓ તા. 24 થી 28 માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. ગત સિઝન કેરળમાં યોજાઈ હતી જેમાં ગુજરાત ટોચના આઠમાં સ્થાન મેળવી શક્યું નહતું. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ભારતના તમામ રાજ્યો અને…

સ્પોન્સર્સ આગળ આવે તો રાજ્યમાં વધુને વધુ આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ યોજી શકાયઃ ચિંતન પરીખ

25 ફેબ્રુઆરીથી અમદાવાદમાં આઈટીએફ વુમન્સ50  40,000 ડૉલર ઈનામી રકમની ટેનિસ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રાયોજિત સ્પર્ધા અમદાવાદ સિટિ ટેનિસ ફાઉન્ડેશન કોર્ટસ ખાતે રમાશે, પહેલી માર્ચે ડબલ્સ, બીજી માર્ચે સિંગલ્સની ફાઈનલ મેચ અમદાવાદ ગુજરાત તાજેતરમાં ટેનિસના નવા હબ તરીકે ઝડપથી ઊભરી રહ્યું છે ત્યારે જો ખાનગી સ્પોન્સર્સ આગળ આવે તો રાજ્યમાં વધુને વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું…

ગુજરાતમાં સુનામીની તૈયારીઓનો વિસ્તારઃ જીએસડીએમએ, INCOIS, કચ્છ વહીવટીતંત્ર તથા રિલાયન્સ ફાઉન્ડેશને રાપર ગઢ ગામે મેગા મોક એક્સરસાઈઝ હાથ ધરી

અબડાસા મંગળવારે સવારે 9.40 વાગ્યે અચાનક જ એલાર્મ સાઈરન વાગી એટલે રાપર ગઢ ગામમાં પૂર્વાયોજિત શાંતિ ફેલાઈ ગઈ હતી. પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારમાં આવેલા આ ગામના રહીશોએ હારમાળામાં મોક-ઈવેક્યુએશન કર્યું હતું, જેથી તેઓ ‘સુનામી-રેડી’નું પ્રમાણપત્ર મેળવવાની દિશામાં એક કદમ આગળ વધી શકે. વર્લ્ડ સુનામી જાગૃતિ દિવસને મનાવવાની સાથે 2004ની ઘાતક હિંદ મહાસાગરની સુનામીને યાદ કરતા, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ…

ગુજરાતના નશાબંધી મંડળમાં બની બેઠેલા હોદ્દેદારો દ્વારા 50 કરોડથી વધુનું કૌભાંડ

ટ્રસ્ટની જમીન ખરીદીમાં 13 કરોડની છેતરપિંડી, કર્મચારીઓના હક્ક ન આપી વગર નોટિસે કાઢી મુકાયા, ક્ષુલ્લક પગારે કામ કરતા કર્મચારીઓને અન્યાય, પ્રમુખને પણ જાણ કર્યા વગર ગેરકાયદેસર હાટાવી દેવાયા અમદાવાદ ગાંધીજીના સત્યના પ્રયોગો સમાન નશામુક્તિ માટે રાજ્યમાં નશાબંધી મંડળની 1960માં સ્થાપના કરવામાં આવી હતી. ગાંધી વિચારો સાથે તેમના વિચારોને અનુસરનારાઓ દ્વારા રાજ્યમાં નશાની બદીને ડામવા રચવામાં…

ગુજરાતમાં માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપમાં પાંચ વર્ષમાં છ ગણો વધારો

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારી તકોનું સર્જન વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની…

એલએન્ડટી ફાઇનાન્સે કામગીરીના પ્રથમ વર્ષમાં ગુજરાતમાં રૂ. 400 કરોડથી વધુની એસએમઈ લોનનું વિતરણ કર્યું

અમદાવાદ દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક અને નાના તથા મધ્યમ કદના સાહસો (એસએમઈ)ના વિકાસને ટેકો આપતી એલએન્ડટી ફાઇનાન્સે (એલટીએફ) પ્રથમ વખત રૂ. 436 કરોડની એસએમઈ લોનનું વિતરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ, 2022ના રોજ કંપનીએ ગુજરાતમાં એસએમઈ ફાયનાન્સ બિઝનેસની શરૂઆત કરી હતી. આ લોન કંપનીના ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, નવીનતા લાવવા અને ગુજરાત…

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,36 પાકા ઘર બાંધવામાં આવ્યા

આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAYU) ‘હાઉસિંગ ફોર ઓલ મિશન’ અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 4,93,136 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન 25, 2015થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાકા ઘરો બાંધવા માટે રૂ. 2398.44 કરોડની કેન્દ્રિય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, દેશના 28 રાજ્યો અને 08 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ રૂ. 47,332 ની કેન્દ્રિય સહાયના ઉપયોગ સાથે ના.વ.2020-21થી કુલ 39,63,232 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. કેન્દ્રિય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરે આ  માહિતી જુલાઈ 24, 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી. મંત્રીના નિવેદન અનુસાર, આ યોજનામાં ત્રણ કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS) રહેલા છે જેમકે, લાભાર્થી આધારિત વ્યક્તિગત ઘર નિર્માણ અથવા વધારો (BLC), ભાગીદારીમાં કિફાયતી આવાસ (AHP) અને સ્વ-સ્થળ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજના (ISSR), અને એક કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS) ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના. આ યોજનાના કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS)માં વાર્ષિક રૂ.3 લાખ સુધીની આવકમર્યાદા ધરાવતા આર્થિક રીતે પછાત (EWS)ના લાભાર્થીઓ, જ્યારે કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS)માં વાર્ષિક રૂ. 18 લાખની આવક ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે, નિવેદન અનુસાર. નથવાણી પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAYU) યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં બાંધવામાં આવેલા પાકા ઘરોની સંખ્યા તથા રાજ્ય સરકારોએ આ યોજના હેઠળ આપવામાં આવેલી કેટલી કેન્દ્રિય સહાયનો ઉપયોગ કર્યો છે તે અંગે જાણવા માંગતા હતા. નિવેદન અનુસાર, PMAY-U હેઠળ, આશરે રૂ.2 લાખ કરોડની કેન્દ્રિય સહાસ સાથે 118.90 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 112.22 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, જેમાંથી 10.07.2023ની સ્થિતિએ 75.31 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે અથવા તો સોંપી દેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત આજની તારીખ સુધીમાં કુલ રૂ. 1.47 લાખ કરોડની કેન્દ્રિય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે, નિવેદન અનુસાર. મંત્રીના નિવેદન અનુસાર, CLSSને બાદ કરતાં, PMAYUનો અમલીકરણ ગાળો અગાઉ 31.03.2022 સુધી નિર્ધારીત કરવામાં આવ્યો હતો, જે હવે ફંડિંગની પેટર્ન કે અમલીકરણની પદ્ધતિમાં બદલાવ વગર 31.12.2024 સુધી લંબાવવામાં આવ્યો છે, જેમાં આ યોજનાના સમયગાળા અર્થાત્ 31.03.2022 સુધીમાં મંજૂરી પામેલા તમામ ઘરોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે.