અમદાવાદ

દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલના ગ્રેડ XII Cના વિદ્યાર્થી રુદ્ર ગોલે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્કેટિંગમાં ઉમદા પ્રદર્શન કરીને શાળા અને રાજ્યનું નામ રોશન કર્યું છે. 23 એપ્રિલથી 27 એપ્રિલ 2025 દરમિયાન સુરતમાં યોજાયેલી ખેલ મહાકુંભ સ્ટેટ ટુર્નામેન્ટમાં, રુદ્રે ચાર ગોલ્ડ મેડલ જીતીને સતત પાંચમા વર્ષે સ્ટેટ ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો.