ગાંધીધામ
બહુપ્રતિક્ષિત અને કઠિન રાજ્ય ટેબલ ટેનિસની સીઝન મંગળવારથી મિર્કોસાઇન ૧લી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫ ની શરૂઆત સાથે શરૂ થશે, જેનું આયોજન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (બીડીટીટીએ) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) ના નેજા હેઠળ ૪ થી ૭ જૂન દરમિયાન એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિદસર રોડ, ભાવનગર ખાતે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ, જેમાં સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે છે, તેની કુલ ઇનામી રકમ ૨.૫૫ લાખ રૂપિયા છે.
આ ટુર્નામેન્ટ માટે વિશાળ ૭૪૫ એન્ટ્રીઓ નોંધાઈ છે જેમાં રાજ્યભરમાંથી કુલ ૪૨૫ ખેલાડીઓ વિવિધ આઠ કેટેગરીમાં માં ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે એટલે કે પુરુષો, મહિલાઓ, અંડર-૧૯ છોકરાઓ અને છોકરીઓ, અંડર-૧૭ છોકરાઓ અને છોકરીઓ, અંડર-૧૫ છોકરાઓ અને છોકરીઓ, અંડર-૧૩ છોકરાઓ અને છોકરીઓ, અંડર-૧૧ છોકરાઓ અને છોકરીઓ અને અંડર-૯ છોકરાઓ અને છોકરીઓ.
રાજ્યના ટોચના ખેલાડીઓ જેમ કે ફ્રેનાઝ ચિપાયા, ફિલઝહફાતેમા કાદરી, રાધાપ્રિયા ગોયલ, ચિત્રાક્ષ ભટ્ટ અને પ્રથમ મદલાણી આ ઓપનિંગ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
ગુજરાતની મુખ્ય ખેલાડી કૃતિકા સિંહા રોય યુટીટીમાં ભાગ લઇ રહેલ હોવાથી ટુર્નામેન્ટ ચૂકી જશે.
જોકે, અંડર-૧૫માં ભારતનો નંબર ૫ અને સુરતનો વિવાન દવે પીએસપીબી સેટઅપમાં ચાર વર્ષ ગાળ્યા પછી ગુજરાત રાજ્ય રેન્કિંગમાં પુનરાગમન કરી રહ્યો છે અને ટુર્નામેન્ટ દરમિયાન તેના પર નજર રહેશે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, અંડર-૯ કેટેગરી, જેને તમામ રાજ્ય રેન્કિંગમાં ફરજિયાત બનાવવામાં આવી છે, તેને ૩૦ જેટલી એન્ટ્રીઓ મળી છે.
બીડીટીટીએ ના પ્રમુખ શ્રી નિશીથ મહેતાએ જણાવ્યું હતું કે “ટુર્નામેન્ટ માટે રેકોર્ડબ્રેક એન્ટ્રીઓ મળી છે. ૭૪૫ એન્ટ્રીઓ ખૂબ મોટી છે અને જે રાજ્યમાં રમતના પ્રસારને દર્શાવે છે. આપણા રાજ્યના ખેલાડીઓના યજમાન બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે” તેમણે જણાવ્યું હતું.