અમદાવાદ
સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૧૦ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પહેલા, બીજા તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર જીતીને શાળાનું ગૌરવ વધાર્યું.
વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા પીનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.
