યુપી કવોટામાંથી જો મંત્રીઓની છટણી કરવામાં આવે તો ફરી બીજેપી દલિત, ઓબીસી અને બ્રાહ્મણના ચહેરા પર દાવ લાગી શકે છે
નવી દિલ્હી
લોકસભા ઈલેક્શન 2024ને લઈને ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. સોમવારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિપરિષદની બેઠક મળી હતી. જેમા આગામી ચૂંટણીને લઈને આગળની રાજનીતિ પર ચર્ચા થઈ. તો આ બાજુ કેન્દ્રીય મંત્રિમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બીજેપીની નજર યુપી પર મંડાયેલી છે. એક માહિતી પ્રમાણે એવુ માનવામાં આવે છે કે જો મોદી કેબિનેટમાં વિસ્તરણ થશે તો યુપીને પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કેન્દ્રમાં યુપી ક્વોટામાં ફેરફાર થાય તેવી દેખાઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીને જોતા કેન્દ્રીય મંત્રિમંડળના વિસ્તરણને ખૂબ જરુરી માનવામાં આવે છે. મોદી મંત્રિમંડળમાં હાલમાં તો વિસ્તરણની કોઈ જરુર લાગતી નથી પરંતુ આવામાં કેટલાક મંત્રીઓને બહાર કાઢી નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. યુપી કવોટામાંથી જો મંત્રીઓની છટણી કરવામાં આવે તો ફરી બીજેપી દલિત, ઓબીસી અને બ્રાહ્મણના ચહેરા પર દાવ લાગી શકે છે. અને તેમા વર્તમાન મંત્રીઓના માથે લટકતી તલવાર ખતરો બની શકે છે.
આ ચહેરાઓને નવા મંત્રી મંડળમાં મળી શકે છે સ્થાન
ઉત્તર પ્રદેશમાંથી મહેન્દ્ર નાથ પાંડેય, અજય મિશ્રા ટેની સહિત 4 મંત્રીઓની ખુરશી પર લટકતી તલવાર દેખાઈ રહી છે. પાંડેયનો વિભાગ ભારે ઉદ્યોગ પર શિવસેનાનો દાવો રહ્યો છે. યુપી ક્વોટામાં સંજીવ બાલિયાનનું કદ વધારી શકાય તેવી શક્યતા છે. પાંડેય અને ટેનીનું પત્તુ કપાઈ શકે છે. તો તેમની જગ્યા પર બ્રાહ્મણોને સ્થાનમ આપવામાં આવે તેવી શક્યતા છે જેમા લક્ષ્મીકાંત બાજપેયી અથવા હરીશ દ્રિવેદીને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. બાજપેયી અને દ્રિવેદી બન્ને અત્યારે રાષ્ટ્રીય સંગઠનમાં કાર્યરત છે.