જયપુર
બીસીસીઆઈ ની વિજય હઝારે ટ્રોફી મેચ આજે જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ, જયપુર ખાતે ગુજરાત અને હરિયાણા વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતનો સાત વિકેટે વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. હરિયાણાનો દાવ 260 રનમાં સમેટ્યા બાદ ગુજરાતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 263 રન સાથે આસાન વિજય મેળવ્યો હતો.
હરિયાણા – 49.3 ઓવરમાં 260 રન ઓલઆઉટ ( નિશાંત સિંધુ 89 બોલમાં 8 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 88 રન, એસ પી કુમાર 73 બોલમાં 6 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 55 રન, અરઝાન નાગસવાલા 9.3 ઓવરમાં 56 રન આપીને 4 વિકેટ).
ગુજરાત – 36.2 ઓવરમાં 3 વિકેટે 263 રન ( ઉર્વીલ પટેલ 92 બોલમાં 11 ચોગ્ગા, 4 છગ્ગાની મદદથી 115 રન, વિશાલ જયસ્વાલ 39 બોલમાં 4 ચોગ્ગા, પાંચ સિક્સરની મદદથી 65 રન, આર્ય દેસાઈ 62 બોલમાં 8 ચોગ્ગા, એક સિક્સરની મદદથી 57 રન, એ.આર. રાણા 10 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ).
પરિણામ :-ગુજરાત 7 વિકેટે જીત્યું