વડોદરા
બીસીસીઆઈની મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી મેચ આજે જીએસએફસી ક્રિકેટ ગ્રાઉન્ડ, વડોદરા ખાતે ગુજરાત વિ હિમાચલ પ્રદેશ વચ્ચે રમાઈ હતી. ગુજરાતે 17 રને વિજય મેળવ્યો હતો. હિમાચલ પ્રદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાતે આઠ વિકેટે 308 રન બનાવ્યા હતા જેના જવાબમાં હિમાચલની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 291 રન બનાવી શખી હતી.


ગુજરાત – 50 ઓવરમાં 8 વિકેટે 308 રન ( પ્રિયેશ પટેલ 90 બોલમાં 11 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 109 રન,
અહાન પોદ્દાર 88 બોલમાં 9 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 81 રન, અનિકેત 10 ઓવરમાં 66 રન આપીને 4 વિકેટ)
હિમાચલ પ્રદેશ – 50 ઓવરમાં 7 વિકેટે 291 રન ( ઇનેશ એન મહાજન 105 બોલમાં 11 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 92 રન, મૃદુલ સુરોચ 59 બોલમાં 6 ચોગ્ગા એક સિક્સરની મદદથી 68 રન, જય માલુસરે 9 ઓવરમાં 61 રન આપીને 2 વિકેટ)
પરિણામ :-ગુજરાત 17 રને જીત્યું