Admin

વેસ્ટર્ન એશિયન યુથ એન્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના જિહાન તેજસ શાહની આગેકૂચ

ચોથા રાઉન્ડના અંતે જુનિયર ઓપન વિભાગમાં જિહાન એકમાત્ર લીડર; અંડર-18માં તિજિલ સિંહ ચાર પોઈન્ટ સાથે મોખરે અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાઈ રહેલી વેસ્ટર્ન એશિયન યુથ એન્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026માં ચોથા રાઉન્ડના અંતે અમદાવાદના જિહાન તેજસ શાહે જુનિયર ઓપન વિભાગમાં શાનદાર પ્રદર્શન કરીને એકમાત્ર લીડર બનવાનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા આયોજિત…

દિવાળીના પર્વે eFootball™ની ધમાકેદાર ઉજવણી: સુનીલ છેત્રી, સંજુ સેમસન સહિત ખેલાડીઓ અને ગેમિંગ ક્રિએટર્સ જોડાયા

KONAMI દ્વારા ભારતમાં ખાસ દિવાળી કેમ્પેઇન શરૂ; સુનીલ છેત્રીનું અપગ્રેડેડ ઇન-ગેમ કાર્ડ, તહેવાર આધારિત જર્સી અને ખાસ રિવોર્ડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ/વિન્ડસર, દિવાળીના તહેવારને વધુ રોમાંચક બનાવવા માટે ગેમિંગ જગતની જાણીતી કંપની KONAMIએ ભારતમાં તેની લોકપ્રિય ફૂટબોલ ગેમ eFootball™ માટે ખાસ દિવાળી કેમ્પેઇન શરૂ કર્યું છે. આ અભિયાનમાં ભારતીય ફૂટબોલના દિગ્ગજ ખેલાડી સુનીલ છેત્રી, ભારતીય…

રક્ષા મંત્રાલયનો મોટો નિર્ણય: સશસ્ત્ર દળો માટે રૂ. 2.12 લાખ કરોડની સંરક્ષણ ખરીદીની દરખાસ્તોને મંજૂરી

સેનાની તાકાત વધારવા હાઈ મોબિલિટી વાહનો, આધુનિક તોપો, હેલિકોપ્ટર, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ ખરીદાશે; 82 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી થશે નવી દિલ્હી: ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં સંરક્ષણ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 26 ઑક્ટોબર, 2026ના રોજ યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં સશસ્ત્ર…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતનો વિજયી સિલસિલો યથાવત્: પુરુષ અને મહિલા ટીમે નાઈજીરિયાને હરાવ્યું

મહિલા ટીમે 38-10 અને પુરુષ ટીમે 50-23થી શાનદાર જીત નોંધાવી , બંને ટીમોની સેમિફાઇનલ તરફ મજબૂત આગેકૂચ અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના ચોથા દિવસે ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને નાઈજીરિયાને પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ટીમે 38-10થી, જ્યારે પુરુષ ટીમે 50-23થી જીત મેળવીને પોતાનો…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 26-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’ બનશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ, પરેડનું અંતિમ રિહર્સલ પૂરજોશમાં

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય પરેડ; CRPF, BSF સહિતનાં સુરક્ષા દળો અને વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર ‘ફાઇટ અગેન્સ્ટ ડ્રગ્સ’ થીમ આધારિત બાઇક રેલી, BSFની ડોગ સ્ક્વોડ અને શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ સાથે મહેમાનોની સુવિધા માટે પાર્કિંગ, પરિવહન, સુરક્ષા અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા રાજપીપળા: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ…

નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’ બનશે

SVNM ટ્રસ્ટનો 1 કરોડ લોકોને અંધત્વમુક્ત બનાવવાનો સંકલ્પ; 200 બેડ, 21 ઓપરેશન થિયેટર અને 64 OPD સાથે વિશ્વકક્ષાની નેત્ર હોસ્પિટલનું નિર્માણ થશે અમદાવાદ આંખના રોગોથી પીડાતા દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને અંધત્વમુક્ત સમાજના નિર્માણના ધ્યેય સાથે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM Trust) દ્વારા નવસારી જિલ્લાના સુપા ગામ ખાતે રૂ. 450 કરોડના ખર્ચે અત્યાધુનિક…

એકતા પરેડમાં અંબાજીના આદિવાસી બાળકોની ‘હેટ્રિક’: સતત ત્રીજી વખત ગુંજશે બેગપાઇપર બેન્ડના સૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રસ્તુતિ આપશે ; ‘ભીખ નહીં, શિક્ષણ’ના મંત્રથી વંચિત બાળકોને મળી નવી ઓળખ સુખદેવ વસાવા. રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં અંબાજીના આદિવાસી બાળકો વધુ એક વખત પોતાની પ્રતિભાનો પરિચય આપવા સજ્જ બન્યા…

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતાના સંસ્કારનું સિંચન

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક પ્રવાસને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓને ટિકિટમાં 50 ટકા રાહત; 2,157 સંસ્થાઓના 1.86 લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો મેહુલ વાંઝવાલા. એકતાનગર રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે એકતાનગર ખાતે આવેલી વિશ્વપ્રસિદ્ધ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નવી પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવ, દેશપ્રેમ અને એકતાના સંસ્કારોનું સિંચન કરવાનું…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026: ઇંગ્લેન્ડને હરાવી યુગાન્ડાનું વિજયી પુનરાગમન

સિંગાપોરે ઓસ્ટ્રેલિયાને 59-32થી હરાવ્યું, મલેશિયાએ તાન્ઝાનિયા સામે પ્રથમ જીત નોંધાવી; મહિલા વિભાગમાં યુગાન્ડા અને શ્રીલંકાનો દબદબો અમદાવાદ: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ (CWKC) 2026ના ચોથા દિવસે અનેક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. પુરુષ વિભાગમાં યુગાન્ડાએ ઇંગ્લેન્ડને 47-22થી હરાવીને વિજયી પુનરાગમન કર્યું હતું. સિંગાપોરે ઓસ્ટ્રેલિયા સામે 59-32થી એકતરફી જીત મેળવી હતી,…

મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ ટી-20 એશિયા કપ માટે ભારતીય ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓની પસંદગી

નરેશ તુમડા અને દિનેશ રાઠવાને ટીમ ઇન્ડિયામાં સ્થાન; બાંગ્લાદેશમાં 15થી 20 નવેમ્બર દરમિયાન યોજાશે એશિયા કપ 2026 અમદાવાદ ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ ટી-20 એશિયા કપ 2026 માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓની પસંદગી થઈ છે. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI) દ્વારા…

મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું ભવ્ય લોકાર્પણ, 25 હજાર ભાવિકો ઉમટ્યા

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમા ઉત્સવની દિવ્ય ઉજવણી; આઠ એકરમાં પથરાયેલું ભવ્ય શિખરબદ્ધ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું મોરબી: ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય દિન નિમિત્તે મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો. આ પવિત્ર…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ: શ્રીલંકાની પુરુષ અને મહિલા ટીમનો દબદબો, કેનેડા અને ઈંગ્લેન્ડની પણ મોટી જીત

યુગાન્ડા સામે 36-34થી રોમાંચક વિજય મેળવી શ્રીલંકાની પુરુષ ટીમે અજેય સિલસિલો જાળવ્યો; કેનેડાએ ઓસ્ટ્રેલિયાને 74-28થી અને ઈંગ્લેન્ડે નાઈજીરિયાને 68-18થી હરાવ્યું અમદાવાદ: કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ (CWKC) 2026ના ત્રીજા દિવસે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પુરુષ અને મહિલા વિભાગમાં રોમાંચક તેમજ એકતરફી મુકાબલાઓ જોવા મળ્યા હતા. પુરુષ વિભાગમાં કેનેડા અને ઈંગ્લેન્ડે મોટી જીત નોંધાવી હતી, જ્યારે…

નશામુક્ત ભારતના સંકલ્પ સાથે 14 હજાર કિલોમીટરની નેશનલ મોટરસાઇકલ રેલીનું એકતાનગરમાં આગમન; ‘રન ફોર યુનિટી’માં જોડાવા વડાપ્રધાનની અપીલ

પેટા હેડિંગ: 225 રાઇડરો, જેમાં 12 મહિલા રાઇડરોનો સમાવેશ, દેશભરમાં ‘Say No to Drugs, Say Yes to Life’નો સંદેશ ફેલાવી રહ્યા છે; 31 ઓક્ટોબરે સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે રાજપીપળા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ વચ્ચે નર્મદા…

પેરા એશિયન ગેમ્સમાં રાકેશ ભટ્ટે 100 મીટર દોડમાં વ્યક્તિગત શ્રેષ્ઠ સિદ્ધિ નોંધાવી

T37 કેટેગરીમાં 11.50 સેકન્ડનો સમય નોંધાવ્યો, PB સાથે શાનદાર પ્રદર્શન અમદાવાદ પેરા એશિયન ગેમ્સમાં રાકેશ ભટ્ટે એથ્લેટિક્સની 100 મીટર દોડની T37 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાકેશ ભટ્ટે આ સ્પર્ધામાં 11.50 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો. આ સાથે તેમણે પોતાની વ્યક્તિગત શ્રેષ્ઠ (Personal Best – PB) સિદ્ધિ નોંધાવી હતી. પેરા એથ્લેટિક્સમાં T37 કેટેગરી શારીરિક સંકલન સંબંધિત…

આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ ખાતે CBSEની કોન્ફરન્સ યોજાઈ, 300 જેટલા શિક્ષકોએ ભાગ લીધો

કમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મંથન; શિક્ષણમાં AIના નૈતિક અને જવાબદાર ઉપયોગ પર ભાર અમદાવાદ અમદાવાદની આર્મી પબ્લિક સ્કૂલ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ‘કમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ વિષય પર પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પ્રિન્સિપાલો અને શિક્ષકો સહિત આશરે 300 શિક્ષણવિદોએ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં આધુનિક શિક્ષણમાં…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોની વિજયકૂચ જારી

પુરુષ ટીમે યુગાન્ડાને 44-30થી અને મહિલા ટીમે સિંગાપોરને 32-16થી હરાવ્યું; શિવમ પટારેના 8 પોઈન્ટ્સ સાથે પુરુષ ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની પ્રથમ આવૃત્તિના બીજા દિવસે ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને પોતાની વિજયકૂચ જારી રાખી હતી. ભારતીય પુરુષ ટીમે યુગાન્ડાને 44-30થી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 24-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ગુજરાતને રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોની ભેટ, અમદાવાદમાં ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો….

ગુજરાતને રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોની ભેટ, અમદાવાદમાં ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાં ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને ૪૫ નવી આરોગ્યલક્ષી કામગીરીનું ખાતમુહૂર્ત; રૂ. ૨૨૩ કરોડના ખર્ચે ૫૨૧ બેડની અત્યાધુનિક ન્યૂરોસાયન્સ સંસ્થા બનશે અમદાવાદ: ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ…

રાષ્ટ્રીય એકતા દિવસ–2026 માટે એકતાનગર સજ્જ: ₹16 કરોડની નવી ક્રૂઝ, 8 હજાર કલાકારોની પ્રસ્તુતિ અને સ્વચ્છતા પર વિશેષ ભાર

સરદાર પટેલની 151મી જન્મજયંતીની ઉજવણીને ભવ્ય બનાવવા તૈયારીઓ તેજ; નર્મદા આરોગ્ય વિભાગની પાંચ બાઈક એમ્બ્યુલન્સ કાર્યરત, દેશભરમાંથી 45 જેટલી ટીમો નેશનલ મોટર સાયકલ રેલીમાં જોડાશે રાજપીપળા/એકતાનગર દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં…