કુડો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલનું ગૌરવ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થી અમીન આર્યન અવધકુમાર સતત ત્રીજી વખત કુડો (માર્શલ આર્ટ) સ્પર્ધામાં નેશનલ એવોર્ડ વિજેતા બન્યા સુરત મુકામે યોજાયેલ કુડો (માર્શલ આર્ટ) ફેડરેશન કપમાં અમીન આર્યન અવધકુમાર અંડર-10 માં નેશનલ લેવલે ત્રીજો નંબર મેળવે છે તથા અક્ષયકુમાર 16 મી ઈન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં વર્ષ 2024-2025 માં ત્રીજો નંબર મેળવી હીરામણિ પ્રાયમરિ સ્કૂલ…

હીરામણિ પ્રાથમિક શાળામાં ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે સ્વસ્છતા અભિયાન પર ચિત્ર સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 1 થી 7 માં ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અભિયાન પર ચિત્ર સ્પર્ધા યોજાઈ. જેમાં ગાંધીજીની સ્વચ્છતા પ્રત્યેની ભાવનાને પ્રેરણા આપતા ચિત્રો જેવા કે ગામની સફાઈ કરતા બાળકો, મારું ગામ,સ્વચ્છ ગામ, ગાંધીજી, મારી શાળાની સફાઈ જેવાં ચિત્રો દોર્યા હતાં.

હીરામણિપ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ નાળિયેરની છાલ, પેપર, ક્લે વગેરેમાંથી ઈકોફ્રેન્ડલી વિવિધ સુંદર ગણેશજી બનાવ્યા હતા, અને સમાજમાં પર્યાવરણ બચાવવવાનો સંદેશ આપ્યો હતો.

હીરામણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝવર્ક તથા ક્રાફ્ટ વર્ક દ્વારા રાષ્ટ્રધ્વજ-તિરંગા બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે કોલાઝવર્ક અને ક્રાફ્ટ વર્કની સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝ વર્ક કરી રાષ્ટ્રધ્વજના વિવિધ સુંદર નમૂના બનાવ્યા હતા તેમજ ક્રાફ્ટ વર્ક દ્વારા  તિરંગાના રંગો વડે વિવિધ આકારના સુંદર તિરંગા બનાવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થીઓએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી સ્વાતંત્ર્યદિનની  ઉજવણી કરી હતી.

હીરામણિ પ્રાથમિક શાળામાં કાગળ અને કપડાંમાંથી પેપરબેગ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકથી થતા પર્યાવરણ – પ્રદૂષણની જાગૃતિ માટે ધો.1 થી 4 માં કાગળમાંથી  પેપરબેગ બનાવવાની અને ધો. 5 થી 7 માં કપડાંની બેગ પર પેઈન્ટિંગ કરવાની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ચાર્ટ પેપર, ન્યૂઝપેપર, રંગીન પેપરમાંથી બેગ બનાવી હતી તેમજ બેગ પર કોલાઝવર્ક, છાપકામ વગેરે દ્વારા સમાજમાં પર્યાવરણ…

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ચિત્રસ્પર્ધા તેમજરથના વિવિધ મોડેલ બનાવી રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન જગન્નાથના વિવિધ રથો બનાવ્યા હતા.

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો