
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન જગન્નાથના વિવિધ રથો બનાવ્યા હતા.