હીરામણિ સ્કૂલનાંવિદ્યાર્થીઓને જુદી જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ મેળવવા બદલ ઈનામ એનાયત કરાયા

હીરામણિ સ્કૂલનાં વિદ્યાર્થીઓને જુદી જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ મેળવવા બદલ જનક ખાંડવાલા (મેનેજિંગ ટ્રસ્ટી, સિલ્વર ઓક યુનિવર્સિટી)ના મુખ્ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સ્કૂલ કેમ્પસમાં ઈનામવિતરણ સમારોહ યોજાયો હતો. આ ઈનામવિતરણ સમારોહમાં રમત-ગમત, કલાક્ષેત્રે તેમજ વર્ષ દરમ્યાન યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં તાલુકાકક્ષાએ, જિલ્લાકક્ષાએ, રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીય લેવલે વિશિષ્ટ સિદ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને 342…

હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાએ Under 17 & 19 ની વિવિધ સ્પર્ધાઓ જેવી કે, વુસુ સ્પર્ધા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, ખોખરા, કબ્બડ્ડી ટૂર્નામેન્ટ, ધોળકા અને એથ્લેસ્ર્ટિક્સ સ્પર્ધા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, નિકોલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં હીરામણિ શાળાનાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે પ્રથમ ક્રમાંક મેળવી રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે.વિજેતાઓને જન સહાયક ટ્રસ્ટનાં…

હીરામણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝવર્ક તથા ક્રાફ્ટ વર્ક દ્વારા રાષ્ટ્રધ્વજ-તિરંગા બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે કોલાઝવર્ક અને ક્રાફ્ટ વર્કની સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝ વર્ક કરી રાષ્ટ્રધ્વજના વિવિધ સુંદર નમૂના બનાવ્યા હતા તેમજ ક્રાફ્ટ વર્ક દ્વારા  તિરંગાના રંગો વડે વિવિધ આકારના સુંદર તિરંગા બનાવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થીઓએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી સ્વાતંત્ર્યદિનની  ઉજવણી કરી હતી.

હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માંવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રથયાત્રા કાઢી

હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી.

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ચિત્રસ્પર્ધા તેમજરથના વિવિધ મોડેલ બનાવી રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન જગન્નાથના વિવિધ રથો બનાવ્યા હતા.

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગલદીપ વિદ્યાલય,રાણીપની છાત્રાઓએ રંગોળી બનાવી

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગલદીપ વિદ્યાલય,રાણીપની ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીનીઓ કાજલ,નિધિ, ઝીલ અને પ્રિયાનીએ ચાર દિવસની સખત જહેમત બાદ સુંદર મજાની રંગોળી બનાવીને રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.