હીરામણિ સ્કૂલનાંવિદ્યાર્થીઓને જુદી જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ મેળવવા બદલ ઈનામ એનાયત કરાયા

Spread the love

હીરામણિ સ્કૂલનાં વિદ્યાર્થીઓને જુદી જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ મેળવવા બદલ જનક ખાંડવાલા (મેનેજિંગ ટ્રસ્ટી, સિલ્વર ઓક યુનિવર્સિટી)ના મુખ્ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સ્કૂલ કેમ્પસમાં ઈનામવિતરણ સમારોહ યોજાયો હતો. આ ઈનામવિતરણ સમારોહમાં રમત-ગમત, કલાક્ષેત્રે તેમજ વર્ષ દરમ્યાન યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં તાલુકાકક્ષાએ, જિલ્લાકક્ષાએ, રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીય લેવલે વિશિષ્ટ સિદ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને 342 ઈનામો અને પ્રમાણપત્રો આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે મુખ્ય મહેમાન જનક ખાંડવાલાએ જણાવ્યું હતું કે  એક સામાન્ય પત્થરને મૂર્તિ બની મંદિરમાં પૂજાવું હોય તો હથોડીનાં ઘા ઝીલવા પડે, તેવી જ રીતે વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓમાં સખત મહેનત કરીને સફળ થવું પડે છે. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યો, કૉ-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *