ધીરૂભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન બની

Spread the love

અમદાવાદ

તા.2,3 અને4 ફેબ્રુઆરી2026નાં રોજ વૃંદાવન ફાર્મ, જાસપુર, અમદાવાદ ખાતે યોજાયેલી ધીરૂભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટઅન્ડર-16 (મલ્ટી-ડે)માંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી.

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે પ્રથમ દાવમાં23.5 ઓવરમાં 10 વિકેટે 56 રન કર્યા હતાં. જેમાં નીલ પુરાણીએ 4.5 ઓવરમાં 16 રન આપી 5 વિકેટ લીધી, આર્યન ભરવાડે 9 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી અને તવસ્ય ત્રિવેદીએ 3 ઓવરમાં 6 રન આપી ને 2 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે 87 ઓવરમાં 8 વિકેટે 255 રન કરી પ્રથમદાવ ડીકલેર કર્યો હતો. જેમાં નીલ પુરાણીએ 110 બોલમાં 93 રન કર્યા,દ્રિત પટેલે 142 બોલમાં 69 રન અને આરવ કોઠારીએ 29 બોલમાં 33 રન કર્યા હતાં

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે બીજા દાવમાં 61 ઓવરમાં 10 વિકેટે 134 રન કર્યા હતાં. જેમાં નીલ પુરાણીએ 24 ઓવરમાં 59 રન આપી 5 વિકેટ લીધી, તવસ્ય ત્રિવેદીએ 17 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી અને કમલેશ ગુરબકશાનીએ 5 ઓવરમાં 17 રન આપી ને 2 વિકેટ લીધી હતી.

આ મેચમાં હીરામણિ સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને 1 ઈનિંગ્સ અને 65રનથી હરાવી વિજય પ્રાપ્ત કરીને ચેમ્પિયન બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *