ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેજરીવાલ સુપ્રીમમાં

Spread the love

સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે આ કેસમાં સુનાવણી હાથ ધરશે


અમદાવાદ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં કેજરીવાલની હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયુ હતું. ત્યાર બાદ પણ તેઓ હાજર નહોતા રહ્યાં પરંતુ હવે કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે. સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે આ કેસમાં સુનાવણી હાથ ધરશે.
કોર્ટે કેજરીવાલની સ્ટે માટેની અરજીની સુનાવણી દરમિયાન સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. હવે નીચલી કોર્ટમાં કેજરીવાલે હાજર રહેવું પડે એમ હતું પરંતુ તેઓ હાજર રહ્યાં નહોતા. સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે, તમે જ કોર્ટને બાહેંધરી આપી હતી કે હાજર રહેશો. કોર્ટ બોલાવે ત્યારે તમારે હાજર રહેવું જોઈએ. જ્યારે કેજરીવાલના વકીલે કહ્યું હતું કે, અગાઉ દિલ્લીમાં પૂરની સ્થિતિ હતી માટે હાજર રહી શક્યા ન હતા. જેની સામે હાઇકોર્ટે કહ્યું કે, હવે તો દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે. અરવિંદ કેજરીવાલના વકીલે અલગ-અલગ કોર્ટના ચુકાદા અને કેસો ટાંકતા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે કોર્ટને મૂંઝવવા જોરદાર પ્રયાસો કરી રહ્યાં છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *