ભરતનાટ્યમક્ષેત્રે હીરામણિ સ્કૂલનું ગૌરવ
હીરામણિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ધો.8 માં ભણતી ઋષિ મંથન શાહે સતત 6 વર્ષની મહેનતથી ભરતનાટ્યમક્ષેત્રે સિધ્ધિ મેળવી છે. તેનો આરંગેત્રમ કાર્યક્રમ તા.15-03-2025 ના રોજ ટાગોરહોલ, અમદાવાદ ખાતે યોજાઈ ગયો. સોનલ ભાર્ગવ (સત્વ ડાન્સ એકેડેમી)ના ગુરુપદ હેઠળ ઋત્વિએ આ સિધ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન અને સી.ઈ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠવ્યા હતા.
