રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી અંબાણીએ કહ્યું હતું કે ,“22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલામાં જાન ગુમાવનારા નિર્દોષ ભારતીયોના શોકમાં હું રિલાયન્સ પરિવારના દરેક સભ્ય સાથે જોડાયો છું. અમે પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી અમારી પ્રાર્થના છે. મુંબઈમાં અમારી રિલાયન્સ ફાઉન્ડેશન સર એચએન હોસ્પિટલ તમામ ઘાયલોને મફત સારવાર આપશે.

આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તે કોઈ પણ રીતે કોઈના થકી સમર્થનને પાત્ર નથી. આતંકવાદ સામેની નિર્ણાયક લડાઈમાં અમે અમારા માનનીય વડાપ્રધાન, ભારત સરકાર અને સમગ્ર દેશની સાથે મક્કમપણે ઊભા છીએ.”