
હીરામણિ સ્કૂલ, સરખેજ-ગાંધીનગર હાઈવે, અમદાવાદમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા રજનીકાંત વિલ્યમભાઈ ગણાવાએ ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા-અમદાવાદમાં શારીરિક શિક્ષણ વિભાગમાં ડૉ.પી.સી.ચાવડાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાના શારીરિક શિક્ષણના શિક્ષકો અને અન્ય વિષયના શિક્ષકોનો વિવિધ ઉંમર જૂથ પ્રમાણે શરીર દળઆંક અને શારીરિક સ્વાસ્થ્યની યોગ્યતાનો તુલનાત્મક અભ્યાસ વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરેલ છે. તે બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એપ્રિલ 2025માં પીએચ.ડીની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. શિક્ષણક્ષેત્રની શારીરિક શિક્ષણ વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી)ની વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ અને સાંસદ, રાજ્યસભા નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન,માર્ગદર્શક ડૉ.પી.સી.ચાવડા, તથા શાળા પરિવારે ડૉ.રજનીકાંત વિલ્યમભાઈ ગણાવાને અભિનંદન પાઠવ્યા હતાં.