લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે બુધવારે પીએમ મોદી સાથે કોઈ મોટી અણધારી ઘટના બની શકી હોત , તેથી જ તેમણે તેમને ગૃહમાં ન આવવા વિનંતી કરી. તેમણે ઉમેર્યું કે બુધવારે બનેલી ઘટના લોકસભાના ઇતિહાસમાં પહેલાં ક્યારેય બની નથી

નવી દિલ્હી
લોકસભામાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી મડાગાંઠ ગુરુવારે પણ ચાલુ રહી હતી, જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ગૃહમાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે , લોકસભામાં પીએમ મોદી સાથે કોઈ મોટી અણધારી ઘટના બની શકે છે , તેથી મેં પીએમને ગૃહમાં ન આવવા વિનંતી કરી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે કહ્યું કે , બુધવારે આ ગૃહમાં કેટલાક સભ્યો દ્વારા જે પ્રકારનું વર્તન દર્શાવવામાં આવ્યું છે તે લોકસભાની શરૂઆત પછી ક્યારેય બન્યું નથી. તેમણે કહ્યું કે , આજ સુધી ઇતિહાસ એવો રહ્યો છે કે રાજકીય મતભેદોને ગૃહના કાર્યાલયમાં લાવવામાં આવ્યા નથી.
